Flipkartથી મંગાવ્યુ લેપટોપ, પાર્સલમાં મળ્યાં સાબુ, કંપનીએ આપ્યો આ જવાબ

PC: news18.com

ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટથી પોતાના પિતા માટે એક લેપટોપ ઓર્ડર કર્યા પછી, એક વ્યક્તિને ડિટર્જન્ટ સાબુ મળવાના કારણે તેના હોશ ઉડી ગયા. તેને ધક્કો ત્યારે લાગ્યો, જ્યારે તેણે કંપનીની આની ફરિયાદ કરી, તો તેણે કંપની પાસેથી ‘નો રિર્ટન પોલિસી’નો હવાલો આપીને કોઈ પણ એક્શન લેવા માટે ના પાડી દેવામાં આવી. યશસ્વી શર્મા IIM અમદાવાદનો વિદ્યાર્થી છે. તેણે ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા બિગ-બિલિયન ડે સેલ પર પોતાના પિતા માટે લેપટોપ ઓર્ડર કર્યું હતું. જ્યારે તેના પિતાએ ડિલિવરી બોય પાસેથી ઓર્ડર લીધા પછી પેકેટ ખોલ્યું, તો આશ્ચર્યચકિત થઇ ગયો. કેમ કે, તેનામાં ડિટર્જન્ટ સાબુ હતા.  

યશસ્વીએ LikendIn પર એક લાંબી પોસ્ટમાં તેની સાથે થયેલી ઘટનાને શેર કરી છે. તેણે જણાવ્યું કે, પોતાના પિતા માટે ફ્લિપકાર્ટથી લેપટોપ ઓર્ડર કર્યું હતું. જ્યારે પિતાએ બોક્સ ખોલ્યું, તો લેપટોપની જગ્યાએ સાબુ નીકળ્યા. આની ફરિયાદ જ્યારે યશસ્વીએ ફ્લિપકાર્ટના કસ્ટમર કેર સાથે કરી તો, તેમણે પોતાની ભૂલ સ્વીકારવાની ના પાડી. જોકે, યશસ્વીએ તેમને ડિલિવરીનો CCTV ફૂટેજ હોવાની વાત પણ કહી હતી, પણ કંપનીએ ‘નો રિટર્ન પોલિસી’ નો હવાલો આપીને યશસ્વીની વાતને ફગાવી દીધી.

યશસ્વીએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે કે, બોક્સને ડિલિવરી બોયની સામે જ ખોલવું જોઈતું હતું. તેણે આગળ કહ્યું છે કે, જો કે મારા પિતાને ફ્લિપકાર્ટની ‘ઓપન બોક્સ ડિલિવરી’ સિસ્ટમ વિશે જાણ ન હતી, પણ ડિલિવરી બોયે OTP લેતા સમયે આના વિશે જણાવવું જોઈતું હતું. તેને આના વિશે માહિતી આપ્યા વગર OTP લઈને ચાલ્યો ગયો. તેના ગયા પછી જ્યારે પિતાએ પેકેજ ખોલ્યું, તો જોઇને હેરાન થઇ ગયા. કેમ કે, તેમાં લેપટોપની જગ્યાએ સાબુ નીકળ્યા હતા.

જ્યારે યશસ્વીએ કંપની સાથે સંપર્ક સાધ્યો, તો તેણે ‘ઓપન બોક્સ ડિલિવરી’નો હવાલો આપતા કહ્યું કે, સફળ ડિલીવરી પછી ‘નો રિટર્ન અને નો રિફંડ.’ જોકે, તેની પાસે ડિલિવરી લેતા સમયનો અને પેકેજ ખોલવા સમયનો CCTV ફૂટેજ હોવા છતાં કંપનીએ આ વાત માનવાની ના પાડી દીધી છે. હવે ગ્રાહકે સોશિયલ મીડિયાના માધ્યમથી આ મામલાને ઉઠાવ્યો છે. તેણે પોતાની પોસ્ટમાં ફ્લિપકાર્ટના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિ અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પણ ટેગ કર્યું છે. આ મામલાને ઇન્ટરનેટ પર ઉઠાવવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp