કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયેલા આ નેતાને હવે થાય છે પસ્તાવો

PC: malayalamexpress.in

ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાયેલી ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા અને તેમના સમર્થકોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. જેમાં તે વખતના જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલનો પણ સમાવેશ થાય છે. રાઘવજી પટેલ કોંગ્રેસ સાથેનો છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. પરંતુ હવે એક વર્ષ બાદ તેમને પસ્તાવો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેમજ કહ્યું કે મારી નારાજગી કોઈ પક્ષ સામે નહીં પણ કિસ્મત સાથે છે. સત્તા લેવા ગયો અને ઘર ભેગો થયો.

રાજ્યસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થકોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. તેમજ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની વિરોધમાં મતદાન કર્યું હતું. ધારાસભ્ય રાધવજી પટેલે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. એટલું જ નહીં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઝંપલાવ્યું હતું. પરંતુ મતદારોએ તેમને સ્વીકાર્યા ન હતા. જેથી તેમનો પરાજય થયો હતો. એક સમયએ કોંગ્રેસમાં દબદબો ઘરાવનારા રાજવજી પટેલ હાલ ભાજપમાં હાંસીયામાં ધકેલાઈ ગયા છે. આ ઉપરાંત જાહેર કાર્યક્રમો પણ ખુબ જ ઓછા જોવા મળે છે. દરમિયાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી રાઘવજી તેમની ખબરઅંતર પૂછવ્યા હતા.

કોંગ્રેસ સાથે છેડો ફાડ્યાના એક વર્ષ બાદ રાઘવજી પટેલને હવે બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ લાગી રહ્યું છે. તેમણે પસ્તાવાના સૂરમાં કહ્યું કે, મારી નારાજગી કોઈ પાર્ટી કે પક્ષ સામે નથી. મારી નારાજગી કિસ્મત સાથે છે. સત્તા લેવા ગયો અને ઘર ભેગો થઈ ગયો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp