લો બોલો! દારૂના સોદાગરોએ મંદિરને પણ ન છોડ્યું, પોલીસે 1380 બોટલ જપ્ત કરી

PC: youtube.com

ગુજરાતમાં દારૂબંધી છે એ તો સૌ કોઇ જાણે છે પરંતુ છતા ગુજરાતમાં દારૂનો વેપલો મોટા પાયે કરવામાં આવે છે. વાત કરીએ અમદાવાદની તો સરખેજમાં ઉજાલા સર્કલ પાસે આવેલ શિવમ એસ્ટેટમાં રામદેવપીરના મંદિરના ઓરડામાં છુપાવીને રાખવામાં આવેલી 1380 બોટલ સાથે તેની દેખરેખ રાખનાર 2 ઇસમોની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. જોકે આ જથ્થો મંગાવનાર બે બુટલેગર હજી નાસતા ફરતા હોઇ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

સરખેજ પીઆઇ રામાણી તેમજ પીએસઆઇ ચૌધરીએ મળેલી જાણકારી અનુસાર તેમણે બાતમીના આધારે રામદેવપીરની ઓરડીમાં દરોડા પાડ્યા હતા. તપાસમાં ત્યાંથી પોલીસને વિદેશી દારૂની નાની મોટી 1380 બોટલો કે જેની કિંમત રૂ.4.14 લાખની આસપાસ માનવામાં આવી રહી છે. જોકે પોલીસે દારૂના જથ્થા સાથે સ્પોટ પરથી ભેરૂસિંગ દેવાભાઇ રાઠોડ અને ગૌતમભાઇ ગમજીભાઇ રાઠોડની સ્થળ પરતી ધરપકડ કરી છે. સાથે જ તેમની પાસેથી બે મોબાઇલ ફોન અને એક બાઇક પણ પોલીસે જપ્ત કર્યા છે.

બંનેની કડક પૂછપરછ કરતા માલૂમ પડ્યું કે આ દારૂનો જથ્થો બે બુટલેગરો દ્વારા અહિં ઉતરાવવામાં આવ્યો હતો. જ્યારે કે તેની સારસંભાળ રાખવા માટે ભેરૂસિંહ અને ગૌતમભાઇ ત્યાં રખેવાળી કરતા હતા જોકે મળતી માહિતીને ધ્યાનમાં રાખી પોલીસે બે બુટચલેગરોને પકડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. સરખેજ પીઆઇના જણાવ્યા પ્રમાણે જે જગ્યાએ દારૂનો જથ્થો મળી આવ્યો છે. ત્યાં રામદેવપીરનું મંદિર છે જેમાં ભગવાનની મૂર્તિઓનો પણ સમાવેશ થાય છે. જોકે મંદિર ખંડેર હાલતમાં હોવાથી અને કોઇ આવતુ જતુ ન હોવાના કારણે બુટલેગરોએ મંદિરની ઓરડીમાં દારૂનો જથ્થો ઉતાર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp