મધુ શ્રીવાસ્તવનો વાણી વિલાસ, કહ્યું-7 નંબરનું બટન દબાવજો, બીજા 6 નંબરના છક્કા છે

PC: newsreach.in

વડોદરામાં જરોદ ખાતે ફરી એકવાર મધુ શ્રીવાસ્તવે દાદાગીરીના અંદાજમાં લોકો સમક્ષ કહ્યું હતું કે, તમે 7 નંબરનું બટન દબાવજો બીજા તો 6 નંબરના છક્કાઓ છે. આ સાથે મધુ શ્રીવાસ્તવે મૂછો પર તાવ આપ્યો હતો અને કહ્યું હતું કે, હું એ જ 1995ના સમયનો બાહુબલી છું. આમ ફરી એકવાર મધુ શ્રીવાસ્તવે બફાટ કર્યો હતો. વડોદરા નજીકના જરોદ ખાતેના કાર્યક્રમમાં બીજેપીમાંથી રાજીનામું આપી ચૂકેલા અને સતત જીતતા આવેલા અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, કોઈ મારા કાર્યકર્તાનો કોલર પકડે ને તો હું આજે પણ 1995નો બાહુબલી છું. તમે 7 નંબરનું બટન દબાવજો બાકીના 6 નંબરના તો છક્કાઓ છે. આમ ફરી એકવાર તેમણે બફાટ કર્યો હતો. અગાઉ ગોળી મારવાના નિવેદનને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા અને પછીથી સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ગોળી તો મીઠી ગોળી કે દવાની ગોળી પણ હોઈ શકે છે.

મધુ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું હતું કે, કોઈએ કોઈ કામ કર્યું નથી. તમે મને ટીવી પર અને રૂબરૂ જોયો જ હશે. ઘરે આવ્યા પછી પણ તમે જોયું જ હશે. આ 6 ઉમેદવારોમાં ભાગ્યે જ કોઈનું ઘર જોવા મળ્યું છે. તેમને પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ બતાવ્યા હશે તેમને બીજું કંઈ કર્યું નહીં. લોકોના કામ કરવા માટે તેમને પાઠ ભણાવવો જોઈએ. વિકાસના કામ કરો જેથી લોકોને રોજીરોટી મળે. પાણી આપવાનો પ્રયત્ન કરો. જાતિના ભેદભાવ વિના લોકો માટે નિઃસ્વાર્થ કાર્ય કરો.

વાઘોડિયા અને નંદેસરીના ઔદ્યોગિક વિસ્તારોના 25 વર્ષના ઈતિહાસમાં કંપનીના માલિક કે મેનેજર પાસેથી ક્યારેય ચૂંટણીનું દાન માંગ્યું નથી. કોઈ ભ્રષ્ટાચાર પણ મેં ક્યારેય કર્યો નથી તેમ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું. જીવ્યા સુધી કામ કરવાનું વચન આપ્યું છે. હું મારું વચન પાળીશ. હું ગોચરમાં ઘર હોય, ઝૂંપડું બનાવ્યું હોય, ગેરકાયદેસર મકાનોને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરીશ. તેમ પણ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું.

મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, 5 તારીખે 7 નંબરનું બટન દબાવીને તમે મને વિજયી બનાવશો તેની મને ખાતરી છે. અડધી રાતે મધુ શ્રીવાસ્તવ કામ આવશે. બીજું કોઈ કામમાં નહીં આવશે અને બે ઉમેદવારો તો એવા છે જેમણે પોતાની ડિપોઝીટ બચાવી લેવી પડશે. હું તમામ વેપારીઓને વિનંતી કરું છું કે તમારા ગ્રાહકોને પણ મને વોટ આપવા માટે કહેજો. 2002માં આખુ ગુજરાત ભળકે બળતું હતું પરંતુ મારા વાઘોડિયા વિસ્તારને મેં ભળકે બળવા નથી દીધુ અને જાનહાનિ પણ થવા નથી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp