સામૂહિક આત્મહત્યા નહીં, આ કારણે ભોજનમાં ઝેર આપીને કરવામાં આવી હતી 9 લોકોની હત્યા

PC: thequint.com

મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લાના મ્હેસલ ગામમાં 20 જૂનના રોજ 9 લોકોની કથિત સામૂહિક આત્મહત્યાએ દરેકને હચમચાવી મૂક્યા હતા. શરૂઆતી તપાસમાં પોલીસ તેની પાછળ દેવાના દબાવમાં આત્મહત્યા કરી હોવીનું માની રહી હતી, પરંતુ હવે આ કેસમાં નવું ટ્વીસ્ટ આવી ગયું છે. આ કેસ હવે સામૂહિક આત્મહત્યાનો ન રહીને સામૂહિક હત્યાકાંડનો બની ગયો છે. પોલીસનું કહેવું છે કે, ગુપ્ત ધનની લાલચમાં આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો. સાંગલીના SP દીક્ષિત ગોડામે જણાવ્યું કે, ઘરના 9 લોકોના ભોજનમાં કોઈ ખૂબ જ ઝેરી પદાર્થ આપીને હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે.

આ કેસમાં બે લોકો ધીરજ ચંદ્રકાંત સુરવશે અને અબ્બાસ મહંમદ અલી બાગવાનની સોલાપુરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અત્યાર સુધી 19 લોકોની ધરપકડ કરી ચૂકી છે. ચંદ્રકાંત સુરવશે અને અબ્બાસને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. SP દીક્ષિત ગોડામે કહ્યું કે, મૃતક ડૉ. માણિક વનમોરે અને પોપટ વનમોરે ગુપ્ત ધનને લઈને કેટલાક લોકોના સંપર્કમાં હતા. મોડી રાત સુધી તેઓ તેમની સાથે આ બાબતે વાત કરતા હતા. પોલીસે તેમની કોલ ડિટેલ્સ કાઢીને તપાસ કરી તો આ બે નામ સામે આવ્યા.

સોમવારે આ બંને આરોપીઓની સોલાપુરથી ધરપકડ કરીને સાંગલી લઈ જવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કર્યા બાદ આગામી તપાસ કરવામાં આવશે. પોપટ અને માણિક વનમોરે ભાઈ હતા. પોપટ વનમોરે શિક્ષક અને માણિક વનમોરે વેટનરી ડૉક્ટર હતા. પોપટ વનમોરેની દીકરી બેંકમાં કામ કરતી હતી. 20 જૂનના રોજ પોલીસને એજ ઘરમાં માણિક વનમોરે, તેમની પત્ની, માતા, દીકરો અને ભત્રીજાના શબ મળ્યા હતા, જ્યારે બીજા ઘરમાં પોપટ વનમોરે, તેમની પત્ની અને દીકરીના શબ મળ્યા હતા.

વનમોરે પરિવારનું એક ઘર મ્હેસલ ગામના અંબિકા નગરમાં છે તો બીજું રાજધાની કોર્નરમાં છે. ઘટનાનો ખુલાસો એ સમયે તેઓ, જ્યારે સ્થાનિક છોકરી માણિક વનમોરેના ઘરે એ પૂછવા માટે પહોંચી કે તેઓ દૂધ લેવા કેમ ન આવ્યા? પરંતુ જેવું જ તેણે જોયું કે દરવાજો ખુલ્લો છે તો તે અંદર જતી રહી. અંદર શબ પડેલા જોઈને તે દંગ રહી ગઈ. તેણે ગામના લોકોને તેની જાણકારી આપી. ગ્રામજનો બીજા ભાઈ પોપટ વનમોરેના ઘરે આ  બાબતે જણાવવા પહોંચ્યા, પરંતુ ત્યાં પણ પરિવારના લોકો મૃત હાલતમાં મળ્યા. લોકોએ તાત્કાલિક પોલીસને તેની જાણકારી આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp