અમરેલીના બીસ્માર રસ્તાઓથી ઉડતી ધૂળની સામે શાસકોના વિરોધમાં માસ્ક અપાયા

PC: videoblocks.com

અમરેલી જિલ્લા મથકનું શહેર છે. પણ મોટું ગામડું બની ગયું છે. શહેરના રાજકમલ ચોકમાં રાહદારીઓ અને વાહન ચાલકોને મોં પર બાંધવાના માસ્કનું વિતરણ કરવામાં આવ્યાં હતાં. ખરાબ રસ્તા અને હવામાં તરતાં ધૂળના પ્રદૂષણથી શ્વાસના રોગો ન થાય તે માટે નાક અને મોં પર પહેરવાનાં માસ્ક લોકોને આપવામાં આવ્યાં હતાં. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ભુગર્ભ ગટર યોજનું  કામ ચાલુ હોઈ લગભગ તમામ રોડ રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. વળી, ગટરનું કામકાજ પૂર્ણ થયા બાદ પણ રસ્તાઓ ફરી બનાવવાની તકેદારી લેવામાં આવી ન હોવાથી હાલ શહેરના તમામ માર્ગો ઉપર સતત ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાઈ ગયુ છે. સાંજના સમયે તો વાહન ચાલકો માટે વીઝીબીલીટી પણ સાવ ઓછી થઈ જતી જોવા મળે છે. તેમ જાણીતા આરટીઆઇ એક્ટીવીસ્ટ નાથાલાલ સુખડીયા દ્વારા જણાવીને લોકોને પોતાની સલામતી અને સુરક્ષા માટે તથાં શહેર ભાજપના સત્તાધીશોના મગજ ખુલે એટલા માટે માસ્ક પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત, ૠતુઓનો સંધીકાળ ચાલી રહ્યો છે અને તાવ-શરદી-સ્વાઈન ફ્લુના કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે એવા સમયે ખરાબ રસ્તા તથા અણઘડ તંત્રના પાપે એલર્જી-અસ્થમાની તકલીફો ધરાવતા લોકો માટે બહાર નિકળવુ લગભગ અસંભવ કે ભારે પીડાદાયક બની રહેતુ હશે. આખુ શહેર જાણે કે ધુળિયુ અને મેલુ દાટ દેખાઇ રહ્યુ છે. ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાન જીવરાજ મહેતા અમરેલીના હતાં છતાં શાસકોએ કોઈ સગવડો આપી નથી કે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાઓ પણ પ્રજા માટે ધ્યાન આપતા નથી. 

સામાન્ય રીતે નવરાત્રી ચાલતી હોય અને દિવાળી જેવું મહાપર્વ આવવાનું હોઈ ત્યારે ઘર હોય કે શહેર, જનતાને બધુ સાફ-સુતરું જોવું ગમતુ હોય છે. એના બદલે અમરેલી શહેર જ માત્ર નહી, બલકે લોકોનું સ્વાસ્થ્ય પણ ધુળિયા માર્ગોના લીધે જોખમાઇ રહ્યુ છે એવા સંજોગોમાં શહેરના જાગ્રુત નાગરિકો નાથાલાલ સુખડિયા, જાવેદખાન પઠાણ, હીતેષ સેંજલિયા,અમિત કોલડિયા,દીપક મહેતા, પરેશભાઇ માલવિયા, દીપક ચૌધરી, જનક જાની, નિલેષ ખુમાણ, ચકાભાઇ રામાણી,હર્ષદભાઇ જોગાણી તથા અન્યોએ રાજકમલ ચોકમાં રાહદારીઓને માસ્ક વિતરણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp