ચીનમાં જ નહીં ભારતમાં પણ કીટકો બની રહ્યા છે આહાર અને પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત

PC: sciencenordic.com

ભવિષ્યમાં ખાદ્ય કટોકટીને પહોંચી વળવા માટે ભારતે તેમનો પહેલો પ્રયત્ન શરુ કરી દીધો છે. કીટાહાર હવે આહાર બનવાનો છે. ત્યારે ભારતમાં જ કીટકોની 100 જેટલી પ્રજાતિને ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરી શકાય તેવી છે. દેશના ઉત્તર પૂર્વીય રાજ્યમાં ખાવા યોગ્ય કીટકો પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પોષક તત્વોની અછતને દૂર કરવા માટે દેશ-દુનિયામાં અનેક સંશોધન ચાલી રહ્યા છે. વિજ્ઞાનીઓની નજર હવે એ તરફ વળી છે જે ભોજનનો એક ભાગ જ નહીં પણ પોષકતત્વોની દ્રષ્ટિએ પણ બેસ્ટ છે. કીટકો આહારમાં આવવાને કારણે તેમના અસિત્વ સામે પણ એક સવાલ ઊભો થયો છે

દુનિયાની 80 ટકા વસ્તી ભોજનરુપે કિટકોનું સેવન કરે છે. ભારતના ઉત્તર પૂર્વી રાજ્ય મણિપુર, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં પોષકતત્વો યુક્ત કિટકોનું બજાર ભરાય છે. જ્યારે તામિલનાડું, કેરળ, ઓડિશા અને ઝારખંડમાં પણ ભોજન અને રોગની સારવાર માટે કિટકોનું સેવન કરવામાં આવે છે. પાડોશી દેશ ચીનમાંથી મોટાભાગના કિટકોની નિકાસ કરવામાં આવે છે. આવનારા સમયમાં કિટકોની પ્રજાતિઓ લુપ્ત ન થાય એ માટે વિજ્ઞાનીઓ ચિંતીત છે. કિટકોના માધ્યમથી પ્રોટીન તથા અન્ય પોષકતત્વોની પૂર્તિ, ભવિષ્યમાં એક શ્રેષ્ઠ પોષકયુક્ત આહારની સંભાવના, આજીવિકા સાથે જોડાયેલ આ કિટકોની સુરક્ષા કરવાની રાષ્ટ્રીય અધ્યય મિશન અંતર્ગત હિમાલય આચ્છાદિત રાજ્યમાં સંશોધન શરુ કરવામાં આવ્યું છે.

મણિપુરમાં ખાવા યોગ્ય કિટકો પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. જેમાં અરુણાચલ અને બેંગ્લુરુના વિજ્ઞાનીઓ મહત્ત્વનું કામ કરી રહ્યા છે. વિજ્ઞાનીઓનું માનીએ તો આ કિટકો પ્રોટિન અને પોષકતત્વોના બેસ્ટ સ્ત્રોત છે. અત્યાર સુધીમાં 439 કિટકોનું ખાદ્ય પદાર્થ તરીકે ટેસ્ટિંગ કરવામાં આવી ગયું છે. હાલમાં કયા કિટકો ઝેરી અને કયા ખાવા યોગ્ય છે એ માટે એક ઓનલાઈન કિટ લાયબ્રેરી અને મ્યુઝિય તૈયાર કરવામાં આવી રહ્યું છે. દુનિયામાં 1500 જેટલા કિટકોનો ઉપયોગ ખાદ્ય પદાર્થ તરીકે કરી શકાય છે. જ્યારે ભારતમાં 100થી વધારે કિટકો ખાવાલાયક છે. જેના પર રાસાયણિક અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp