અચાનક રજા પર ઉતરી ગયા ઈન્ડિગોના મોટાભાગના કર્મચારીઓ, એર ઈન્ડિયા છે કારણ

PC: wikimedia.org

ક્યારેક સરકારી એરલાઈન રહેલી એર ઈન્ડિયા લેટ-લતીફ અને ખરાબ સર્વિસ માટે બદનામ હતી. હવે આ આશરે 70 વર્ષના સમયગાળા પછી ફરીથી ટાટા સમૂહના હાથમાં પહોંચી ચૂકી છે અને તેના પછીથી કંપનીની સર્વિસ સતત સુધરી રહી છે. કંપનીની બદલતી ઈમેજનો એક પ્રભાવ ગયા અઠવાડિયે એરલાઈન ઈન્ડ્સ્ટ્રીમાં સાફ જોવા મળ્યો હતો. એર ઈન્ડિયામાં નોકરી કરવાની સ્પર્ધાને લીધે શનિવારે ઈન્ડિગોની અડધાથી વધારે ફ્લાઈટ મોડી પડી હતી. અસલમાં ઈન્ડિગોના મોટાભાગના કર્મચારીઓ અચાનકથી સીક લીવ પર ચાલ્યા ગયા હતા, આ કારણે એરલાઈનની આશરે 55 ટકા ફ્લાઈટો ઉડાણ માટે મોડી થઈ હતી.

સિવિલ એવિએશન ડેટા પ્રમાણે, 02 જુલાઈના રોજ ઈન્ડિગોની 900થી વધારે ફ્લાઈટ મોડી થઈ હતી. દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો રોજની આશરે 1600 ફ્લાઈટનું સંચાલન કરે છે. એરલાઈન સેક્ટરના સૂત્રોએ કહ્યું કે અચાનક આવેલી આ મુશ્કેલીનું કારણ એર ઈન્ડિયામાં ચાલી રહેલી ભરતી છે. એર ઈન્ડિયામાં ઘણા સેન્ટર્સ પર વિભિન્ન પદ માટે ઈન્ટરવ્યું ચાલી રહ્યા છે. ઈન્ડિગોનો મોટા ભાગનો સ્ટાફ એર ઈન્ડિયામાં ઈન્ટરવ્યું આપવા માટે લીવ પર જતો રહ્યો હતો. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અરુણ કુમારે બિઝનેસ ટુડેને કહ્યું હતું કે તેમણે ઈન્ડિગો પાસેથી આ અંગે સફાઈ માંગી છે. તેણે કહ્યું હતું કે, અમે આ મામલા પર ધ્યાન આપી રહ્યા છીએ. જ્યારે અમારી પાસે વધારાની જાણકારી આવશે, તે વખતે જ અમે કંઈ કન્ફર્મ કરી શકશું.

શનિવારે વિભિન્ન એરલાઈનના ઓન-ટાઈમ પરફોર્મન્સની વાત કરીએ તો એર એશિયા ઈન્ડિયા ઈન્ડિયાના મામલામાં 98.3 ટકા, ગો ફર્સ્ટના મામલામાં 88 ટકા, વિસ્તારાના મામલે 86.3 ટકા, સ્પાઈસ જેટ 80.4 ટકા અને એર ઈન્ડિયા 77.1 ટકા રહ્યો હતો. તેમાં સૌથી નીચે ઈન્ડિગો હતી, જેનું ઓનટાઈમ પરફોર્મન્સ 45.2 ટકા રહ્યું હતું. આશરે 69 વર્ષ સુધી સરકારના નિયંત્રણમાં રહેવા પછી એર ઈન્ડિયા ફરીથી ટાટા પાસે ગઈ છે. હાલમાં જ સિંગાપોર એરલાઈન્સની વિમાની સેવા ઈકાઈ સ્કૂટના પૂર્વ સીઈઓ કેમ્પબેલ વિલ્સનને એર ઈન્ડિયાએ હાયર કર્યા છે. જેના પછીથી એર ઈન્ડિયામાં ભરતીની પ્રક્રિયા ઝડપી થઈ ગઈ છે. બીજી તરફ ભારતની સૌથી સફળ વિમાની કંપનીઓમાંથી એક ઈન્ડિગોએ હાલના સમયમાં કર્મચારીઓની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp