ઓનલાઈન ક્લાસમાં સવાલનો જવાબ ન આપી શકતા માતાએ માસૂમ બાળકીને આપી એવી સજા કે...

PC: OrissaPOST

ગુરુકુળ પદ્ધતિથી ચાલી આવેલી શિક્ષા વર્તમાનમાં ઈન્ટરનેશલ સ્કૂલ અને વિદેશ સુધી પહોંચી ગઈ છે. આપણે ગ્લોબલ બન્યા તો શિક્ષાએ પણ પોતાનું સ્વરૂપ બદલ્યુ અને હવે વાત માત્ર શિક્ષિત રહેવા સુધીની નથી. હાલના સમયમાં એજ્યુકેશન સ્ટેટસ સિમ્બોલ અને બાળકો તે સ્ટેટસને પૂરા કરવા માટેના સાધન બની ગયા છે. હાલમાં જે હાલત છે તે પ્રમાણે માનવી કેટલીક હદ સુધી મશીન બની ગયો છે કે તેને એ વાતની ખબર જ નથી પડતી કે માત્ર અમુક માર્ક્સ અને પર્સન્ટેજની લ્હાયમાં સંપૂર્ણ માનવ સભ્યતાને શર્મસાર કરી દેશે.

મુંબઈનો આ કેસ કંઈક આવો જ છે. ઓનલાઈન ક્લાસિસ દરમિયાન એક માતાએ તેની પુત્રી સાથે જે વર્તન કર્યું છે તે ન માત્ર માનવતા અને બાળપણ પર સવાલ ઉઠાવે તેવું છે પરંતુ એ પણ બતાવે છે કે આજકાલના માતાપિતા તેમના બાળકોને રેસમાં જીતનારા ઘોડાથી વધારે કંઈ માનતા નથી. મુંબઈમાં 35 વર્ષની એક મહિલાએ ઓનલાઈન ક્લાસ દરમિયાન શિક્ષક દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ ન આપી શકવાને કારણે તેણે પોતાની છઠ્ઠા ધોરણમાં ભણતી 12 વર્ષની પુત્રીને ઘણી વખત પેન્સિલ ઘોંચી હતી અને માર પણ માર્યો હતો.

એક  રિપોર્ટ પ્રમાણે, ઓનલાઈન ક્લાસ દરમિયાન શિક્ષક દ્વારા સવાલ પૂછવામાં આવતા આ 12 વર્ષની બાળકી જવાબ આપી શકી ન હતી અને તેનાથી ગુસ્સે ભરાયેલી માતાએ ન માત્ર છોકરીને પેન્સિલ ઘોંચી દીધી હતી ઉપરાંત, આ બાળકીના શરીર પર દાંતના નિશાન પણ મળી આવ્યા હતા, જે પરથી લાગતુ હતું કે મહિલાએ બાળકીને બચકાં પણ ભર્યા હતા. જે સમયે આ ઘટના ઘટી રહી હતી, તે સમયે મહિલાની નાની છોકરી પણ ઘરમાં જ હતી. માના આવા સ્વરૂપને જોઈને તે સુન્ન રહી ગઈ હતી. તેણે ગભરાટમાં ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર 1098 પર ફોન કરીને આખી ઘટના અંગે જાણ કરી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર પર ફોન કરનારી આ બાળકી એકમાત્ર ગવાહ છે.

હેલ્પ લાઈન પર ફોન ગયા પછી એક એનજીઓના બે લોકો તરત જ માની સખ્તીનો શિકાર બનેલી બાળકીને મળવા માટે તેના ઘરે પહોંચી ગયા હતા અને તેની માતા સાથે વાતચીત કરી હતી અને તેનું કાઉન્સેલિંગ કરવાની કોશિશ કરી હતી. પરંતુ મહિલા પોતાની જીદ પર અડેલી હતી. તેણે કોઈ સાથે વાત કરવી ન હતી. આથી હારીને મહિલા વિરુદ્ધ એનજીઓ દ્વારા કેસ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુદી તે માતાને પકડવામાં આવી નથી. આ ઘટના અંગે જાણ્યા પછી મનમાં સવાલ થાય છે કે માતા એટલા માટે હિંસક નથી થઈ કે બાળકીએ શિક્ષક સામે જવાબ આપ્યો ન હતો પરંતુ ટીચરની સામે તેનું સ્ટેટસ ડાઉન થઈ ગયું હોવાના ગુસ્સામાં તેણે આ પગલું ભર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp