લોન્ચ પહેલા MPV Toyota Vellfire કારનો લુક સામે આવ્યો, જાણો ફીચર્સ અને કિંમત

PC: icarcdn.com

કારની દુનિયામાં મેગા કારને ટક્કર આપવા એકથી એક કંપનીઓ પોતાના નવા મોડલ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. પહેલા Toyota Innova Crysta, પછી Marazzo અને હવે Toyota Kirloskar Motorની નવી કાર Toyota Vellfire થોડા સમયમાં ભારતમાં લૉન્ચ થશે. જે મર્સિડીઝના મોડલ V-Classને ટક્કર આપશે. તો બીજી તરફ Mahindraની Marazzo સાથે પણ હરિફાઈ કરશે. આ કારના ટેસ્ટિંગ વખતે તેની કેટલીક તસવીરો સામે આવી હતી. જેનો લુક થોડા અંશે Marazzo અને Innovaને મળતો આવે છે. toyota કંપનીની આ સૌથી મોંઘી કાર છે. જેની ભારતમાં કિંમત 79 લાખ રુપિયાની આજુબાજુ હોવાની શક્યતાઓ છે.

નવી લૉન્ચ થનારી કારમાં તમામ ફીચર્સને આવરી લેવામાં આવ્યા છે. અંદરનું ઈન્ટિરિયર કાળા રંગનું છે. જ્યારે ડેશબોર્ડ સૌથી અલગ પડે છે. બંને તરફ સિલ્વર ફિનિશંગ કરવામાં આવ્યું છે. ટચસ્ક્રિન મોડ્યુલ સાથે ઓટો સેન્સરથી સજ્જ છે આ ગાડી. ડેશબોર્ડની સામેની સ્પેસ ઈનોવા કરતા વધારે છે. એટલે કે મોબાઈલ ચાર્જિગ વખતે મોબાઈલ કેસની અલગ જગ્યા છે. જ્યારે ડ્રાઈવર સાઈડ પર એક બોક્સ આપવામાં આવ્યું છે. પાવર સ્ટીયરિંગ સાથે પાવર વિન્ડો, 7 સેફ્ટિ એરબેગ્સ, ડ્યુલ લાઈટિંગ સિસ્ટમ, વધુ પહોળી ફોગ લાઈટ અને ઓટો ક્નેક્ટિવિટી આપવામાં આવી છે. આ મોડલ પેટ્રોલ વેરિયંટ સાથે લૉન્ચ કરવામાં આવશે.

આ કારની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં ડ્યુલ કલર્સ સાથે ડ્યુલ રુફ ટોપ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્લાઈમેટ કંટ્રોલ યુનિટ પણ છે. જોકે, આ કાર માટેનું બુકિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સીટની નીચેની તરફ લેગ સપોર્ટ માટે કુશન આપવામાં આવ્યા છે. જેથી પગમાં કોઈ થાક ન લાગે. જ્યારે કેટલાક કંટ્રોલ સ્ટીયરિંગ પર આપવામાં આવ્યા છે. વચ્ચેની રોની સીટ આખી રોટેટ થઈ શકે છે. વધુ સામાન મુકવા માટે આ સીટને બેન્ડ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp