મુંબઈથી લખનૌ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી, એરપોર્ટ પર ખળભળાટ

PC: firstpost.com

મુંબઈથી દિલ્હી થઇને લખનઉ જઈ રહેલા એક ઇન્ડિગો વિમાનમાં બોમ હોવાની માહિતી મળ્યા પછી અફરાતફરી મચી ગઈ હતી. એરપોર્ટ સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર મુંબઈથી દિલ્હી વાયા લખનઉ જઈ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઈટમાં શનિવારે બોમથી ઉડાવાની ધમકી મળ્યા પછી તેને રોકી દેવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યાં અનુસાર Bomb Threat Assessment Committee (BTAC) વિમાનની ખાસ તપાસ માટે અલગ લઇ જવામાં આવ્યું હતું. પછીથી સુરક્ષા એજન્સીઓએ વિમાનને સુરક્ષિત જાહેર કર્યું હતું. જો કે, આ મુદ્દા પર ઈન્ડિગો તરફથી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

એક ખાનગી ન્યુઝ ચેનલના રીપોર્ટ અનુસાર ફ્લાઈટ સવારે 6 કલાક અને 5 મિનીટની હતી. જો કે, એ સ્પષ્ટ નથી કે વિમાનમાં કેટલા મુસાફરો હતા. એરપોર્ટ સૂત્રોની જાણકારી અનુસાર ગો-એયરની ફ્લાઈટ જી8 329થી દિલ્હી જનારી એક મહિલા મુસાફરે ટી-1 ટર્મિનલમાં ઇન્ડિગો ચેક-ઇન-કાઉન્ટરનો સંપર્ક કર્યો અને કહ્યું હતું કે, ઇન્ડિગોની ફ્લાઈટ 6ઈ 3612માં બોમ રાખવામાં આવ્યો છે.

વળી, એક અન્ય ખાનગી એયરલાઇનની મુસાફરી કરનારા મુસાફરે મુંબઈ એરપોર્ટના કર્મચારીને જણાવ્યું હતું કે, મુંબઈ-દિલ્હી ફ્લાઈટ 6ઈ 3612માં એક બોમ હોઈ શકે છે. આ મુસાફર માનસિક રીતે અસ્વસ્થ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સંપૂર્ણ તપાસ પછી ફ્લાઈટ ઓપરેશન્સ ફરી શરુ થઇ ગયા છે. જો કે, ફ્લાઈટ એક કલાક મોડી ઉપડી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એ મહિલા મુસાફરે કેટલાક લોકોના ફોટા પણ બતાવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેઓ દેશ માટે ભયજનક છે. ત્યાર બાદ સીઆઈએસએફના જવાનો તેણીને પૂછપરછ માટે એરપોર્ટ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. આપને જણાવી દઈએ કે, સીઆઈએસએફના સહાયક કમાન્ડરની ઓફીસમાં બીટીએસીને બોલાવવામાં આવ્યો હતો, જેણે વિશેષ ખતરો જાહેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp