મારું લક્ષ્ય ટીમ માટે વિકેટ લેવાનું છે, પરંતુ હવામાન અમારા હાથમાં નથીઃ અર્શદીપ

PC: indiatimes.in

ન્યુઝીલેન્ડ અને ભારતની વચ્ચે T20 અને વનડે સીરિઝ એટલી રોમાંચક નથી રહી, જેટલી લોકોને આશા હતી. આ ટુરમાં અત્યાર સુધીમાં રમાયેલી પાંચ મેચોમાંથી ત્રણ મેચ વરસાદના કારણે રદ્દ થઈ છે. પહેલી T20 પણ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી, જ્યારે ત્રીજી મેચ વરસાદના કારણે ટાઈ થઈ જેનાથી ભારત 1-0થી સીરિઝ જીતી ગયું. પરંતુ વનડે સીરિઝમાં ભારત પાછળ રહેવાની કગાર પર છે. ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડના પ્રવાસમાં છેલ્લી મેચ માટે કમર કસી રહી છે. ટીમ સામે સીરિઝ ડ્રો કરવાનું ચેલેન્જ છે પરંતુ, ક્રાઈસ્ટચર્ચમાં થનારી મેચમાં વરસાદની સંભાવના છે.

જ્યારે ટીમનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ વિકેટ લેવા માટે ઉત્સુક છે, પરંતુ તેણે કહ્યું છે કે જો વરસાદ પડે છે તો પછી તેનુ કોઈ નિયંત્રણ મેચ પર નહીં રહે. તેણે ન્યુઝીલેન્ડમાં હવામાન અંગેના પોતાના વિચાર શેર કર્યા હતા. અર્શદીપે કહ્યું હતું કે, જુઓ... હવામાન અમારા હાથમાં નથી, હવામાન એક એવી વસ્તુ છે, જેને અમે નિયંત્રિત નથી કરી શકતા. આથી આ જરૂરી છે કે જ્યારે પણ અમને તક મળશે અમારું સર્વશ્રેષ્ઠ બતાવીશું.

જો વરસાદના કારણે મેચ અટકે છે તો અમારે મેચના ગમે ત્યારે શરૂ થવા માટે હંમેશાં માનસિક અને શારીરિક રૂપથી તૈયાર રહેવું પડશે. અમારી કોશિશ રહે છે કે, આ પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન થાય અને તૈયારીમાં કોઈ કમી ન રહે. જે યોજના બનાવવામાં આવે છે તેને મેચમાં પૂરી કરવી જરૂરી છે. 23 વર્ષનો ફાસ્ટ બોલર આગળ વાત કરતા કહે છે કે, તેને ખેલના T20 અને વનડે ફોર્મેટની વચ્ચે વધારે કોઈ અંતર હોવાનું નથી લાગતું.

તેણે કહ્યું કે, તે બંને ફોર્મેટને એક સામાન્ય માનસિકતાની સાથે રમે છે, જે શરૂઆતમાં આક્રમણ કરવું અને અંતમાં રક્ષાત્મક રમવાનું છે. તેણે કહ્યું હતું કે, એક બોલરના રૂપમાં, મેં આ અંગે વિચાર્યું નથી કે આ બંને ફોર્મેટની વચ્ચે ઘણું અંતર છે. જેવી રીતે શરૂઆતમાં આક્રમક બોલિંગ કરી રહ્યો છું અને અંતમાં હું બચાવ કરું છું. મારો ઉદ્દેશ ટીમ માટે વિકેટ લેવાનો છે. આથી મેં હજુ સુધી નથી વિચાર્યું કે આ બંને ફોર્મેટમાં કંઈક અંતર છે. મને જ્યાં પણ પ્રદર્શન કરવાની તક મળશે, હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp