ચંદ્ર પરથી મળી શકે છે આજે ઇસરોને સારા સમાચાર

PC: tosshub.com

ISROના વૈજ્ઞાનિક હજુ પણ ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડર જોડે સંપર્ક સાધવામાં લાગ્યા છે. ISROની મદદ માટે NASA પણ પોતાના ડીપ સ્પેસ નેટવર્કના ત્રણ સેન્ટરથી સતત ચંદ્રયાન 2 ઑર્બિટર અને લેન્ડર સાથે સંપર્ક બનાવામાં લાગેલું છે. NASAના લુનર રિકૉનસેંસ ઓર્બિટર (LRO) જેવું ચંદ્રના જે ભાગ પરથી પસાર થશે જ્યાં લેન્ડર લેન્ડ થયું હતું, તેના ફોટા મોકલશે. જોકે, એ વાતની ગેરંટી નથી કે ફોટા સ્પષ્ટ આવશે.

હેલ્લોનો જવાબ હજુ સુધી નથી મળ્યોઃ

આ પહેલા પણ NASA એ વિક્રમ લેન્ડર જોડે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. તેણે રેડિયો તરંગોના માધ્યમથી વિક્રમને હેલ્લો સંદેશ મોકલ્યો હતો. NASA ની જેટ પ્રપલ્શન લેબોરેટરીએ વિક્રમને રેડિયો તરંગો મોકલી હતી, જેથી સામેથી કોઈ પ્રતિક્રિયા મળી શકે. પણ લેન્ડર તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. NASA ના ત્રણ સેન્ટરો છેઃ સ્પેનના મેડ્રિડ, અમેરિકાના કેલિફોર્નિયાના ગોલ્ડસ્ટોન અને ઑસ્ટ્રેલિયાના કેનબરા. આ ત્રણેય જગ્યાઓ પર લાગેલા એન્ટિના ચંદ્રયાન 2ના ઑર્બિટરથી તો સંપર્ક સાંધી શકે છે, પરંતુ વિક્રમ લેન્ડરને મોકલેલા સંદેશાનો કોઇ જવાબ આવી રહ્યા નથી.

ચંદ્ર પર ઢળી રહ્યો છે સૂરજઃ

જો 20 21 સપ્ટેમ્બરના રોજ કોઇપણ રીતે ISRO અને દુનિયાભરની બીજી એજન્સીઓના વૈજ્ઞાનિકો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવામાં સફળ થયા તો ઠીક, નહીં તો માની લેવું કે ફરીથી લેન્ડરનો સંપર્ક કરવો કોઈ ચમત્કારથી ઓછો નથી. કારણ કે ચંદ્ર પર રાત શરૂ થઈ જશે, જે પૃથ્વીના 14 દિવસની બરાબર હશે. ચંદ્રના આ ભાગમાં સૂર્યના કિરણો પડશે નહીં, જ્યાં વિક્રમ લેન્ડર છે. તાપમાન ઘટીને  183 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. આ તાપમાનમાં વિક્રમ લેન્ડરના ઇલેક્ટ્રોનિક ભાગ પોતાને જીવિત રાખી શકશે એ કહેવું મુશ્કેલ છે. આથી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક થશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp