ફેટી લિવરની બીમારી છે ખતરનાક, લિવરને ડેમેજ થવાથી બચાવવા માટે ખાઓ આ વસ્તુઓ

PC: abplive.com

ભાગદોડ વાળા જીવનના કારણે લોકોના ખાવા-પીવાનું અને લાઈફ સ્ટાઈલમાં ઘણો બદલાવ આવી ગયો છે. સમય નહીં હોવાના કારણે મોટાભાગના લોકો રોજ એવી વસ્તુઓનું સેવન કરે છે જે સ્વાસ્થ્ય માટે ઘણી નુકસાનકારક સાબિત થાય છે. ખાવા-પીવાનું ધ્યાન નહીં રાખવાના કારણે ઘણા પ્રકારની લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડરનો સામનો કરવો પડી શકે છે, જેમાંનું એક છે નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ. અહીં તમને જણાવી દઈએ કે, ભારતમાં લગભગ 32 ટકા લોકો આ બીમારીથી પિડાઈ રહ્યા છે. તો આવો જાણીએ આ રોગ વિશે વિગતવાર.

શું છે નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD)

નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ એવા લોકોને થાય છે જેઓ દારૂનું સેવન ખૂબ જ ઓછું અથવા જરા પણ નથી કરતા. આ સમસ્યામાં વ્યક્તિના ખોરાકના કારણે તેના લીવરમાં વધુ પડતી ચરબી અથવા ફેટ જમા થઈ જાય છે, જેના કારણે લીવર ખરાબ થવા લાગે છે. જો આ સમસ્યા પર ધ્યાન નહીં આપવામાં આવે તો, આના કારણે લીવર સંપૂર્ણ રીતે ડેમેજ પણ થઈ શકે છે.

નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગના લક્ષણો

આમ તો, નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગના કોઈ લક્ષણો જોવા મળતા નથી. પરંતુ ક્યારેક-ક્યારેક આ લક્ષણો દેખાઈ શકે છે. જેમ કે, થાક અને પેટ ઉપર જમણી બાજુમાં દુખાવો અને બેચેની.

શું હોય છે નોન-આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઇટિસ ?

આ બીમારી સામાન્ય ફેટી લીવર જેવી જ હોય છે. આમાં, કોશિકાઓમાં જમા ફેટ સોજાનું કારણ બને છે. જેનાથી લીવર કેન્સર અથવા સિરોસિસનું જોખમ વધી જાય છે.

નોન-આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઇટિસના લક્ષણો

પેટમાં સોજો, મોટી બરોળ, હથેળીઓનું લાલ પડવું અને આંખો સહિત સ્કીન પીળી પડવી એ નોન આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઈટીસના લક્ષણો છે.

નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગના કારણો

ઘણા લોકોમાં નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ લિવરમાં ચરબી જમા થવાને કારણે થાય છે, તો ઘણા લોકોમાં તેનું કારણ અલગ હોઈ શકે છે. નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝના મુખ્ય લક્ષણો છે - વધુ વજન અને મોટાપો, ઇન્સ્યુલિન રેજિસ્ટેન્સ, જેમાં તમારા શરીરના સેલ્સ હોર્મોન ઇન્સ્યુલિનના જવાબમાં સુગર નથી બનાવતા.

હાઇ બ્લડ સુગર લેવલ અને લોહીમાં ફેટનું ઊંચું પ્રમાણ

લિપિંકોટ જર્નલ્સમાં 2018માં પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું કે કોલાઇન એક જરૂરી પોષક તત્વ છે. જે નોન આલ્કોહોલિક ફેટી લીવર રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. કોલાઇન શરીરમાં રહેલી વધારાની ચરબીને પચાવવા, મગજનો વિકાસ કરવા, કોષ પટલને મેનટેન રાખવા અને એસિટાઇલકોલાઇનનું ઉત્પાદન કરવાનું કામ કરે છે.

કોલાઇન અને લિવરનો સંબંધ

સંશોધનમાં સંશોધકોએ એવી મહિલાઓ અને પુરુષોને સામેલ કરી જેમનું ફોલેટ અને વિટામિન B12નું લેવલ નોર્મલ હતું. તેમને જ્યારે કોલાઇન વગરનું ડાયટ આપવામાં આવ્યું તો તે તમામ લોકોમાં ફેટી લિવર ડિસીઝની સમસ્યા જોવા મળી. આ સિવાય આ લોકોમાં મસલ્સ ડેમેજ અને લોહીમાં લિવર એન્ઝાઇમ્સની માત્રા પણ વધુ જોવા મળી. એવામાં સંશોધકોને જાણવા મળ્યું કે, શરીરમાં કોલાઇન એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે લીવરમાં રહેલી ચરબીને પચાવવાનું કામ કરે છે. સાથે જ તે ફેટી લિવર રોગના જોખમને ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે.

આ વસ્તુઓમાં જોવા મળે છે કોલાઇનની વધુ માત્રા

ઈંડા - ઈંડા કોલાઇનનો સૌથી શ્રેષ્ઠ સોર્સ હોય છે. એક ઈંડામાં 147MG કોલાઇન જોવા મળે છે.

સોયાબીન - અડધા બાઉલ રોસ્ટેડ સોયાબીનમાં 107MG કોલાઇન મળી આવે છે.

રોસ્ટેડ ચિકન- 85 ગ્રામ રોસ્ટેડ ચિકનમાં 72MG કોલાઇન મળી આવે છે.

લાલ બટાકા - એક મોટા લાલ બટાકામાં 57MG કોલાઇન મળી આવે છે.

રાજમા - અડધો કપ રાજમામાં 45MG કોલાઇન મળી આવે છે.

ઓછી ચરબી વાળું દૂધ- એક કપ ઓછી ચરબીવાળા દૂધમાં 43MG કોલાઇન મળી આવે છે.

બ્રોકોલી- અડધો કપ બાફેલી બ્રોકોલીમાં 31MG કોલાઇન મળી આવે છે.

પનીર - એક કપ પનીરમાં 26MG કોલાઇન મળી આવે છે.

માછલી - 85 ગ્રામ ટુના માછલીમાં 25MG કોલાઇન મળી આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp