ટેમ્પો ચલાવીને પોતાનું જીવન વિતાવી રહ્યો છે આ ક્રિકેટર

PC: youtube.com

પાકિસ્તાનના ઘરેલૂ ક્રિકેટર ફઝલ સુભાનનો પિક અપ વાહન ચલાવતો વીડિયો વાયરલ થયા પછી પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હાફીઝે PCBના નવા મોડલ પર કટાક્ષ કર્યો છે. જેમાં દેશના ક્રિકેટને બદલવાની વાત કહેવામાં છે.

પાકિસ્તાનના એક પત્રકારે સુભાનનો વીડિયો વાયરલ કર્યો છે, જેમાં આ ક્રિકેટર તેના સંઘર્ષની વાત કહી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા પછી પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હાફીઝે PCBના નવા મોડલ પર સવાલ ઉભા કર્યા છે.

હાફીઝે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું કે, ખૂબ જ ખરાબ વાત કહેવાય. આમની જેમ ઘણાં ખેલાડીઓ પરેશાનીમાં છે. નવા સિસ્ટમ હેઠળ માત્ર 200 ખેલાડીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પણ હજારો ખેલાડીઓ અને મેનેજમેન્ટ સ્ટાફની પાસે નોકરી નથી. જેનું કારણ નવું મોડલ છે.

તેમણે કહ્યું, મને નથી ખબર કે બેરોજગાર ક્રિકેટ વર્લ્ડની જવાબદારી કોણ લેશે. વીડિયોમાં સુભાન કહી રહ્યો છે, હાં.. હું ભાડા માટે  ટેમ્પો ચલાવી રહ્યો છું. આ સીઝનના હિસાબે કરવાવાળું કામ છે. કોઈ વાર ખૂબ જ કામ હોય છે. અને કોઈ વાર કાંઈ જ નહિ.

તેણે કહ્યું, મેં પાકિસ્તાન ક્રિકેટમાં રમવા માટે ઘણી મહેનત કરી. ડિપાર્ટમેન્ટલ ક્રિકેટ તરફથી અમને 1 લાખ રૂપિયાનું વેતન મળ્યં છે. પણ જ્યારે તે બંધ થયા તો અમને 30000-35000નું વેતન મળે છે. જે ગુજરાન ચલાવવા માટે પર્યાપ્ત નથી.

40 પ્રથમ શ્રેણીની મેચમાં 32.87ની એવરેજથી 2301 રન બનાવનાર ફઝલે પાંચ સદી અને 11 અડધી સદી ફટકારી છે. હવે દુનિયાભરમાં આ ક્રિકેટરની દુર્ગતિની ખબર આગની જેમ ફેલાઇ રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ અનેક વર્તમાન અને પૂર્વ ક્રિકેટર્સે દુઃખ વ્યક્ત કર્યુ છે. કામરાન અકમલ અને મોહમ્મદ હફીઝ સહિત અનેક ટોચના ખેલાડીઓએ નવું મોડલ લાગુ કરવા માટે PCBને ખરીખોટી સંભળાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp