ભારતની ચૂંટણીમાં બેલેટ યુગ ફરી આવી રહ્યો છે, જાણો કેમ?

PC: change.org

ભારતની ચૂંટણીમાં બેલેટ પેપરની સવારી ફરીથી આવી શકે છે. દેશભરના તમામ વિપક્ષોએ એક થઇને ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન-ઇવીએમના સ્થાને બેલેટ પેપરથી ચૂંટણી કરવા પર ભાર મૂક્યો છે તેથી ભાજપ પણ હવે આ દિશામાં સહમત થયું છે.

ભાજપનમા રામ માધવે કહેવું છે કે જો તમામ પક્ષો વચ્ચે સહમતિ બને તો ભવિષ્યમાં EVM ની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાનો વિચાર કરાવવામાં આવી શકે છે. શનિવારે કોંગ્રેસે પોતાના 84મા મહાઅધિવેશનમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ સંબંધમાં સવાલ પૂછવા પર ભાજપના મહાસચિવ રામ માધવે આ પ્રમાણે કહ્યું છે.

રામ માધવે કહ્યું કે, "હું કોંગ્રેસને યાદ કરાવવા માગું છું કે બેલેટ પેપરની જગ્યાએ EVMથી ચૂંટણી કરવાનો નિર્ણય મોટા સ્તર પર સહમતિ બન્યા પછી લેવામાં આવી શકે છે. જો આજે દરેક પાર્ટી એ વિચારતી હોય કે આપણે બેલેટ પેપર પર પાછા જવું જોઈએ તો અમે પણ વિચાર કરી શકીએ છીએ."

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં ઘણા પક્ષોએ EVMમાં ગડબડીના આરોપ લગાવ્યા હતા. ત્યાં સુધી કે ગુજરાતની ચૂંટણીમાં પણ પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત ઘણાંએ EVMને ભાજપની જીતનું કારણ ગણાવી હતી. હાલમાં જ યુપીમાં બે બેઠકો માટે લોકસભાની પેટા ચૂંટણીમાં જીત પછી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે EVM મશીનોમાં ગડબડ ન થઈ હોત તો અમારી જીતનું અંતર હજુ વધુ થયું હોત.

કોંગ્રેસના મહાઅધિવેશનમાં બેલેટ પેપેરના ઉપયોગની શરુઆતનો પ્રસ્તાવ એમ કહીને રજૂ કર્યો હતો કે મોટા મોટા લોકતંત્રમાં તેનો ઉપયોગ થાય છે. તેનાથી ચૂંટણી પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ વધશે. પાછલા કેટલાક મહિનાઓમાં EVMની ગડબડની ફરિયાદ વિરોધી પક્ષો દ્વારા પાછલા કેટલાક સમયથી વધી ગઈ છે.

નવેમ્બરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલાથી ભાજપના ખાતામાં વોટ પડવાના રિપોર્ટ સામે આવ્યા હતા. તેનાપર ચૂંટણી અધિકારીઓએ મશીનોમાં ટેક્નિકલ ખામીની વાત કરી હતી. ખાસ કરીને યુપીની વિધાનસભા ચૂંટણીમાં 403માંથી ભાજપને 325 બેઠકો જીતવા પર બીએસપીના માયાવતી સહિત કોંગ્રેસ અને SPએ પણ EVMમાં ગડબડનું કારણ રજૂ કર્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp