સુરતમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓ પકડાયા તો વાલીને થશે આટલી સજા

PC: indiatimes.com

16 સપ્ટેમ્બરથી રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા પછી પોલીસ દ્વારા અવાર નવાર અલગ-અલગ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવે છે અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવે છે ત્યારે હવે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પણ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા લાઇસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓ પાસેથી દંડની વસુલાત કરવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર સુરતમાં લાઈસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓ પર હવે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન વિદ્યાથી જો લાઈસન્સ વગર બાઈક ચલાવતા પકડાય તો બાઈકના માલિક અથવા તો વિદ્યાથીના વાલીને જવાબદાર ગણવામાં આવશે. આ ઉપરાંત તેમને કોર્ટમાં રજૂ કરીને ત્રણ વર્ષની સજા અને RTOને 25,000ના દંડની ભલામણ પણ પોલીસ દ્વારા કરવામાં આવશે. વાલી પર કાર્યવાહી થયા પછી વિદ્યાર્થીના લાઇસન્સને લઇને પોલીસ RTOમાં રજૂઆત કરશે કે, વિદ્યાર્થીનુ લાઈસન્સ 25 વર્ષ સુધી ન નીકળી શકે.

આ ઉપરાંત કોલેજનાં વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે કોલેજની બહાર કોલેજમાં હેલમેટ પહેરીને આવવું તેવી સુચના દર્શાવતું બોર્ડ લગાવવાની અને વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરવાની સુચનાં VNSGU કોલેજના પ્રિન્સીપાલ એસોસિયેશન દ્વારા તમામ કોલેજના આચાર્યોને આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp