પરેશ ધાનાણીએ કહ્યું- અમારે તમામ બેઠકો જીતવી નથી પરંતુ ભાજપને...

PC: Youtube.com

સૌરાષ્ટ્રના અમરેલી તાલુકામાં આવેલા ભંડારીયા ગામમાં કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ સમારોહ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધનાણીની ઉપસ્થિતિ રહી હતી. પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરેશ ધાનાણી એવું પણ જણાવ્યું હતું કે, અમારે તમામ બેઠકો જીતવી નથી પરંતુ લોકશાહીને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીને વિપક્ષમાં રાખવી છે. એટલે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ પોતાના જ મત વિસ્તારમાં વિપક્ષ તરીકે ભાજપને બેસાડવાનો વિશ્વાસ વ્યક્ત કરતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.

કોરોના વોરિયર્સના સન્માન સમારોહમાં પરેશ ધાનાણીએ લોકોને સંબોધન કરતા અને નિવેદન આપ્યું હતું કે, રાજકીય રીતે ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં લોકશાહીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીના કેટલાક મિત્રો કોંગ્રેસમુક્ત ભારતનું સપનું જોઈ રહ્યા છે પરંતુ અમારે તો લોકશાહીને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીને પણ વિપક્ષમાં રાખવી છે.

પરેશ ધાનાણી એવું પણ કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ સીટ પર કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયા જાય પરંતુ ભાજપના પણ ધારાસભ્યો રાખજો જેથી તેઓ પણ અમારી નબળાઇઓને ઉજાગર કરી શકે. કમજોરીને અરીસો બનાવવાનું કામ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં બેસીને કરે.

મહત્ત્વની વાત છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં સતત ભંગાણ થઈ રહ્યું છે. આ બંને પક્ષના નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના જ મત વિસ્તારમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો અને સાથે જ ભારતીય જનતા પાર્ટીને વિપક્ષમાં બેસવા બાબતેનું નિવેદન આપ્યું હતું. ત્યારે પરેશ ધાનાણીના આ નિવેદનને લઈને હાલ તો અમરેલીનું રાજકારણ ગરમાયું છે.

મહત્ત્વની વાત છે કે જેમ જેમ વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસને  કેટલી સફળતા મળે છે તેતો આવનારા દિવસોમાં જ જાણવા મળશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp