અમદાવાદમાં ચોરે 100 રીક્ષા ચોરી કરી સજા ભોગવી, જેલમાંથી છૂટી ફરી 75 રીક્ષા ચોરી

PC: encrypted-tbn0.gstatic.com

ગુજરાતમાં ચોર ઇસમો જેલમાં જઈને પણ સુધારવાનું નામ નથી લેતા, આ કહેવાનું કારણ એવું છે કે, અમદાવાદ પોલીસે એક ઇસમને 100 રીક્ષાની ચોરીના ગુનામાં પકડ્યો હતો અને તેને પાસા હેઠળ સજા કરવામાં આવી હતી. જેલની સજા પછી પણ સુધાવાના બદલે ચોરે પોતાનો ચોરીનો રસ્તો યથાવત રાખ્યો અને જેલમાંથી છૂટીને ફરીથી રીક્ષાની ચોરી કરવાનું શરૂ કર્યું અને ફરીથી 75 રીક્ષાની ચોરી કરી ત્યારે બીજી વાર પોલીસે આ ચોરની ધરપકડ કરી હતી.

એક રિપોર્ટ અનુસાર આ કિસ્સો અમદાવાદનો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના આધિકારીઓ જે સમયે પેટ્રોલિંગમાં હતા તે સમયે પોલીસે શંકાના આધારે અમદાવાદના જમાલપુરના મુંડા દરવાજા પાસેથી શંકાના આધારે એક ઇસમની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ પકડેલા ઇસમનું નામ ઉમર યુસુફ મોડીવાલા હતું, આ ઇસમનું પૂછપરછ દરમિયાન અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાંથી થયેલી 75 જેટલી રીક્ષાની ચોરીના ગુનોનો ભેદ ઉકેલાયો હતો.

ઉમર યુસુફ મોડીવાલાની પાસેથી ચોરી કરેલી રીક્ષાની માહિતી મેળવીને પોલીસે અલગ અલગ જગ્યા પર રાખવામાં આવેલી 11 રીક્ષા, 13 રીક્ષાની બેટરી, અને CNG કીટના વાલ્વ સહીત 7,20,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉમર યુસુફ મોડીવાલાએ પોલીસની સામે અમદાવાદના 21 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 75 રીક્ષાની ચોરી કરીને તેને ભંગારમાં વેંચી મારતો હોવાની કબુલાત કરી હતી.

આ આરોપી અગાઉ પણ બે વખત પોલસના હાથે 100 રીક્ષાની ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. ઉમર યુસુફ મોડીવાલાને પોલીસે 100 રીક્ષા ચોરી કરવાના ગુનામાં 2015થી 2017 સુધી જેલની સજા કરી હતી અને 2016માં તેને પાસા હેઠળ જામનગરની જેલમાં પણ રાખવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp