વલસાડ પોલીસે જુગાર રમતા ઉદ્યોગપતિ અને બેંકનાં ડિરેક્ટર સહીત કુલ 14ની ધરપકડ કરી

PC: youtube.com

શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ ઘણી જગ્યાઓ પર જુગારધામ ધમધમવા લાગે છે. ગુજરાતમાં દારૂ અને જુગારની ગેરકાદેસર પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. જુગારના અડ્ડાઓ પર રેડ કરીને જુગાર રમતા જુગારીઓની ધરપકડ કરીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવે છે. બે દિવસ પહેલા ગાંધીનગર પોલીસે એક ફાર્મ હાઉસમાં રેડ કરીને દારૂની મહેફિલ માણતા 14 યુવક-યુવતીઓને પકડ્યા હતા, ત્યારે હવે વલસાડ પોલીસે એક હાઈ પ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ જુગારધામમાં ઉદ્યોગપતિઓ અને બેંકના ડિરેકટર પણ જુગાર રમવા માટે આવતા હતા.

એક રીપોર્ટ અનુસાર ગઈ કાલે એટલે કે, મંગળવારે પારડી પોલીસે સ્ટેશનના PSIને બાતમી મળી હતી કે, અરનાલા પારસી ફળિયામાં કેટલા ઇસમો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે અરનાલા પારસી ફળીયા રહેતા તૈમુર નામના ઇસમના ઘરે રેડ કરી હતી અને 14 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ જુગારીઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રકમ, ત્રણ કાર અને બે બાઈકો સહીત અંદાજીત 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ જુગારીઓમાં ચૈતન્ય સોલંકી, રવિ પોધાર, પિયુશ પોધાર, હિતેશ ઠક્કર, મુરલીધર ઠાકુર, રાજકુમાર દુબે, અસ્પી સાવકસા સોઈ, નવનીત દેસાઈ, સુનીલ પટેલ, જસંવત પટેલ, સતીષ નાયકા અને મઝાન ખલીફાનો સમાવેશ થાય છે.

આ જુગારીઓમાં ચૈતન્ય સોંલકી MRI બોલ કંપનીના સંચાલક છે, હિતેષ ઠક્કર વાપીનાં ટ્રાન્સપોર્ટર અને ઉદ્યોગપતિ છે અને અસ્પી સાવકસા સોઈ ભીલડવાળા બેંકના ડિરેકટર છે. આ જુગારીને છોડાવવા માટે મોડી રાત્રે કેટલા નેતાઓ અને ઉદ્યોગપતિઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp