ભારતની આબોહવા ડેન્જર લેવલ કરી ચૂકી છે પાર

PC: read.ft.com

સવા સો કરોડ કરતા પણ વધારે લોકોની વસ્તી ધરાવતા દેશમાં પ્રદૂષણ ભયની સીમા વટાવી ચૂક્યું છે. હૃદયના ધબકારાની સાથે ફેફસામાં જતી હવા જીવનની ક્ષણો ઘટાડી રહી છે. ભારતમાં વધતા જતા પ્રદૂષણની સ્થતિ અંગે બે મહત્ત્વના રિપોર્ટ સામે સામે આવ્યા છે. WHO અને કેન્દ્ર સરકારના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પ્રગતિના સપના સજાવતા ભારતના મોટા ભાગના શહેરો હવે રહેવાલાયક રહ્યા નથી. ભારતના કરોડો લોકો દરરોજ શ્વસન ક્રિયા મારફતે ફેફસામાં ઝેર ભરી રહ્યા છે.

WHOના 'A Roadmap Towards Cleaning India’s Air' નામના એક અધ્યયનમાં ખુલાસો થયો છે કે વધતા જતા પ્રદૂષણના કારણે ભારતના લોકો વર્ષે 350 ખરબનું નુકશાન વેઠી રહ્યા છે. વાયુ પ્રદૂષણના કારણે હજારો લોકો સમય પહેલા જ મૃત્યુ પામે છે અથવા તો બીમારી ગ્રસ્ત જીવવા મજબૂર બને છે. વધતા જતા પ્રદૂષણનાં કારણે દેશમાં 66 કરોડ કરતા પણ વધારે લોકો ખરાબ હવાનો ભોગ બનો રહ્યા છે.

ભારત સરકારના કેન્દ્રીય શહેરી મંત્રાલય દ્વારા દેશમાં રહેવાલાયક શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમ પૂણેને મળ્યો છે. બીજા ક્રમ પર નવી મુંબઈ અને ત્રીજા ક્રમાંકે ગ્રેટર મુંબઈ આવ્યું છે. 111 શહેરોની યાદીમાં દિલ્હી 65મા ક્રમે છે. ટોપ 10 શહેરોમાં ગુજરાતના એક પણ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સરકાર દ્વારા કરવામાં આવેલા આ સરવેમાં શહેરોની સુવ્યવસ્થાને લઈને 75 કેટેગરીને ધ્યાનમાં લેવામાં આવી છે. સરકારના આ સરવે અનુસાર દેશના મોટાભાગના મેગાસિટી રહેવાલાયક રહ્યા નથી. ઉદ્યોગો અને વાહનોના વધતા વપરાશ સામે જંગલોનું પ્રમાણ ઓછું થવાના કારણે દેશમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp