પહેલી નેત્રહીન મહિલા IASએ સંભાળ્યું ઉપ-જિલ્લાધિકારીનું પદ

PC: twimg.com

ભારતની પહેલી નેત્રહીન IAS અધિકારી પ્રાંજલ પાટિલે કેરળની રાજધાની તિરુવનંતરુપમમાં ઉપ-જિલ્લાધિકારીનું પદ સંભાળી લીધું છે. કાર્યાલય પહોંચવા પર લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રાંજલ મહારાષ્ટ્રના ઉલ્હાસનગરની છે. 2016માં તેણે UPSCની પરીક્ષા પાસ કરી, જેમાં તેનો 773 રેન્ક આવ્યો હતો.

પ્રાંજલ જ્યારે 6 વર્ષની હતી, ત્યારે તેના કલાસમેટે તેની આંખમાં પેન્સિલ મારીને તેમને ઘાયલ કર્યા હતા. ત્યાર પછી પ્રાંજલની તે આંખની દ્રશ્યતા ખરાબ થઈ ગઈ હતી. તે સમયે ડૉક્ટરે તેના માતા-પિતાને જણાવેલું કે, બની શકે છે કે ભવિષ્યમાં તેની બીજી આંખની દ્રષ્ટિ પણ ચાલી જાય.

પ્રાંજસના માતા-પિતાએ ક્યારેય પણ તેની નેત્રહીનતાને તેના ભણતરની વચ્ચે નથી આવવા દીધી. તેમણે મુંબઈના દાદરમાં સ્થિત નેત્રહીન સ્કૂલમાં પ્રાંજલને દાખલ કરી. 10 અને 12માં સારા માર્કની સાથે તેણે પહેલું સ્થાન પ્રાપ્ત કરેલું.

પ્રાંજલે કહેલું કે, હું રોજ ઉલ્હાસનગરથી CST જતી. દરેક લોકો મારી મદદ કરતા હતા. કોઈક વાર રસ્તો ક્રોસ કરવામાં તો કોઈકવાર ટ્રેનમાં ચઢવામાં. તો અન્ય લોકો કહેતા, મારે ઉલ્હાસનગરની કોઈ કોલેજમાં ભણવું જોઈએ. પણ તેમને માત્ર એટલું જ કહેતી કે, મારે આ કોલેજમાં જ ભણવું છે અને મને રોજ આવવા-જવામાં કોઈ મુશ્કેલી નડતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp