અટલ બિહારી વાજપેયીના દીર્ઘાયુ માટે સુરતની નવી સિવિલના સ્ટાફે કરી પ્રાર્થના

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબીયત હાલ નાદુરસ્ત છે. તેમને સારવાર અર્થે AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં છે. અટલ બિહારી વાજપેયીની તબિયત વધારે લથડતા તેમને લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય આગેવાનોએ અટલ બિહારી વાજપેયીના ખબરઅંતર પૂછ્યા છે. 93 વર્ષના ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ગત 11 જૂનથી હોસ્પિટલમાં દાખલ છે. અટલ બિહારી વાજપેયીને કિડનીમાં ઇન્ફેકશન અને પેશાબ ઓછો થવાથી તેમની તબિયત વધારે લથડી છે. થોડા સમય પહેલા જ તેમને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબીયતમાં ઝડપથી સુધારો થાય અને તેમને દીર્ઘાયુ મળે તેવા આશય સાથે સુરતની નવી હોસ્પિટલમાં હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, મેડિકલ સ્ટુડન્ટ સહિતના હોસ્પિટલના હોદ્દેદારો અને નર્સિંગ સુપ્રીન્ટેડેન્ટ દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp