રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાતની મુલાકાતે: ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું કર્યુ મૂહુર્ત

PC: zee 24

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટિની મુલાકાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડિયા કોલોની પહોંચી ગયા છે. તેમજ સાધુબેટ હેલિપેટ ખાતે રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ અહીંથી રાષ્ટ્રપતિ વેલી ઓફ ફ્લાવર જશે અને ત્યાં સરદાર પટેલની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરશે અને તેના પછી ફ્લાવર શો જોવા જશે. તેમજ વોલ ઓફ યુનિટીની પાસે પ્રાર્થનાસભામાં પણ તેમને ભાગ લીધો હતો. તે ઉપરાંત તેમને 20 કરોડના ખર્ચે બનનારા રેલવે સ્ટેશનનું ખાત મૂહુર્ત કર્યું હતું. તેમજ રાષ્ટ્રપતિ કોવિંદે કેવડિયામાં દેશમાં પહેલી વખત ગ્રીન ઈકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું ભૂમિ પૂજન પણ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે આ રેલવે સ્ટેશન દેશમાં સૌથી પહેલું ઈકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન બનશે. તેમજ 2019 સુધીમાં રેલવે સ્ટેશનની કામગીરી પૂરી કરવાનો ધ્યેય છે. જેથી કરીને કેવડિયાના લોકોને ટ્રાન્સપોર્ટેશનનો નવો રસ્તો મળશે. તેમજ રાષ્ટ્રપતિ કોવિંદને લઈને પોલીસનો ચુસ્ત બંદોસ્ત કરવામાં આવ્યો હતો. તેમજ જે જગ્યાએ ખાતમૂર્હૂત કરવાનું હતું ત્યા ગ્રીન રેલવે સ્ટેશનનું ડેમો સ્ટ્રકચર મુકવામાં આવ્યું છે. તેમજ રાષ્ટ્રપતિ કોવિંદે ભૂમિપૂજન કર્યા બાદ જાહેરસભાને સંબોધિત કરશે. તેમજ ટોચના તમામ આગેવાનો આ જાહેરસભામાં હાજરી આપશે. તેમજ મુખ્યમંત્રી રૂપાણી, રેલવે મંત્રી પિયુષ ગોહિલ પણ જાહેરસભાને સંબોધશે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ કેવડિયા ખાતે મુલાકાત માટે આવવાના હોવાથી પ્રવાશઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ બંધ રહેશે.

રાજ્યમાં એક નાનકડા શહેર કેવડિયા જે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સાડા ત્રણ કિલોમીટ દૂર આવેલા છે તેને રેલવે સ્ટેશનની સુવિધા મળશે. તેમજ 15 ડિસેમ્બર એટલે કે આજે રાષ્ટ્રપતિ કોવિંદ પાયો નાખશે. જો કે તમે જણાવી દઈએ કે આજે સરદાર પટેલની પુણ્યતિથિ હોવાથી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત ઓ.પી કોહલી, જેવા મંત્રીઓ હાજરી આપશે. જો કે સૌથી ખાસ બાબત એ છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત આશરે 1 લાખ જેટલા પ્રવાશીઓ લીધી છે. પરંતુ અહીં વાહન વ્યવહારની બહુ સમસ્યા છે તેથી અંહિ આધુનિક રેલવે સ્ટેશન બનાવામાં આવશે. જેથી કરીને મુલાકાત માટે આવનાર પ્રવાશીઓ અને સ્થાનિક લોકોને આવવા જવવામાં કોઈ સમસ્યા નડે નહીં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp