જાણો ઉપરાષ્ટ્રપતિએ શું કહ્યું ભારતની MBBS ડિગ્રી વિશે

PC: ANI

ભારતીય ઈતિહાસ, વારસો અને સંસ્કૃતિ પર ભાર આપનારી શિક્ષણ વ્યવસ્થાનું સમર્થન કરતા ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુએ જણાવ્યું હતું કે 'MBBS જેવી ઉચ્ચ ડિગ્રીઓનું શિક્ષણ ભારતીય ભાષાઓમાં જ થવું જોઈએ.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે 'મેં હમેંશા તે જરૂરીયાત પર ભાર મૂક્યો છે કે બાળકોને તેમની સંબંધિત માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે જેથી તેઓ ભાષાઓનું મહત્ત્વ સમજી શકે અને પોતાના દેશની ભાષાઓ પ્રત્યે જાગૃત થાય.'

'હિન્દુસ્તાન ગૃપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુશન'ની સુવર્ણ જયંતીના દિવસે તેમણે જણાવ્યું હતું કે 'હું એ દિવસની આશા રાખું છું કે જ્યારે MBBS જેવી ઉચ્ચ ડિગ્રીના અભ્યાસક્રમો સ્થાનિક ભાષામાં પણ શીખવવામાં આવશે. ઉપરાંત આપણી શિક્ષણ વ્યવસ્થામાં ખૂબ નૈતિક, સદાચારી અને માનવીય મૂલ્યોનો પણ સમાવેશ કરવો જોઈએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp