બંધ દુકાનોનું બિલ મોકલી દીધું, થાળીમાં લોહી લઈ પહોંચ્યા લોકો બોલ્યા- ચૂસી લો

PC: asianetnews.com

કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનને કારણે ભારે નુકસાન ઉઠાવી રહેલા વેપારીઓએ હવે એક નવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિજળી વિભાગે એ દુકાનોને પણ બિલ મોકલી દીધા છે જે મહિનાઓથી લોકડાઉનને લીધે બંધ હતી. મામલો રાજસ્થાનના ભીલવાડાનો છે. જ્યાં બંધ દુકાનોને બિલ મોકલાવા સામે ABVP કાર્યકર્તાઓએ સિક્યોર મીટર્સ ઓફિસની બહાર પ્રદર્શન કર્યું. પ્રદર્શન માટે નોખી રીત અપનાવતા કાર્યકર્તાઓએ પોતપોતાનું લોહી થાળીમાં કાઢી વિજળી કંપનીના અધિકારીઓને પીવાનું કહ્યું.

ઉગ્ર આંદોલનની ચેતવણી

પ્રદર્શનકારીઓએ કહ્યું કે, વેપારીઓ અને સામાન્ય નાગરિકોનું જ લોહી પીવું છે તો પછી અપ્રત્યક્ષ રીતે કેમ નહીં? અમે સીધું તમારા માટે લોહી લાવ્યા છે. આ કડીમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને પ્રદર્શનકારીઓને શાંત કર્યા. મામલામાં એબીવીપી નેતા શંકર ગુર્જરે કહ્યું કે, લોકડાઉન દરમિયાન બંધ દુકાનોને પણ સિક્યોર મીટર્સ કંપનીએ વીજળીના જૂનો બિલોના સરેસાશના હિસાબે નવા બિલ મોકલી દીધા. વેપારીઓનું કામ બંધ પડ્યું છે અને આવામાં તેઓ બિલની ચૂકવણી કઈ રીતે કરશે. તેમણે કહ્યું છે કે, જો કંપનીએ વીજળી બિલોમાં રાહત આપી નહીં તો ઉગ્ર આંદોલન થશે.

તો રાજસ્થાનમાં કોરોના વાયરસ સતત ફેલાતો જઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણથી પાછલા 24 કલાકમાં વધુ 4 લોકોના મોત થયા છે. જેનાથી રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણથી મરનારા લોકોની સંખ્યા 213 થઈ ગઈ છે. તેની સાથે જ 210 નવા કેસો સામે આવ્યા છે, જેની સાથે જ રાજસ્થાનમાં આ ઘાતક વાયરસથી સંક્રમિતોની સંખ્યા હવે કુલ 9862 થઈ ગઈ છે. જેમાંથી હાલમાં 2545 કોરોના દર્દીની સારવાર ચાલી રહી છે.

અતિરિક્ત મુખ્ય સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું કે રાજ્યમાં જયપુરમા એક, ભરતપુરમાં એક તથા સવાઈ માધોપુરમાં એક સંક્રમિત દર્દીનું મોત થયું છે. એક અન્ય રાજ્યના દર્દીનું પણ મોત થયું છે. જેનાથી રાજ્યમાં મરનારાઓની સંખ્યા 213 પર પહોંચી ગઈ છે. તેમણે જણાવ્યું કે માત્ર જયપુરમાં કોરોના વાયરસ સંક્રમણથી મરનારાઓની સંખ્યા 101 થઈ ગઈ છે, જ્યારે જોધપુરમાં કોરોના વાયરસ સંક્રમણથી મરનારાઓની સંખ્યા 20 અને કોટામાં 17 કોરોના દર્દીના મોત થઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp