પુલવામા અટેક બાદ આ બે ભારતીય સિંગર્સે રદ્દ કર્યો પાકિસ્તાન પ્રવાસ

PC: wikimedia.org

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા બાદ આખા દેશમાં આક્રોશ છે. બોલિવુડ સેલેબ્સ પણ પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ચુક્યા છે. થોડાં દિવસ પહેલા હુમલાની નિંદા કરીને જાવેદ અખ્તર અને શબાના આઝમીએ કરાચી પ્રવાસ રદ્દ કર્યો હતો. હવે બોલિવુડની જાણીતી સિંગર રેખા ભારદ્વાજ અને સિંગર હર્ષદીપ કૌરે પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, બંને સિંગર્સે એક સંગીત કાર્યક્મમાં ભાગ લેવા માટે લાહોર જવાનું હતુ. રેખા ભારદ્વાજ અને હર્ષદીર કૌરે આવતા મહિને 21 અને 22 માર્ચે લાહોરમાં યોજાનારા શાન-એ-પાકિસ્તાન નામના કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. પરંતુ, પુલવામા હુમલા બાદ બંને સિંગર્સે નરાજગી દર્શાવતા પોતાના પ્રવાસને કેન્સલ કર્યો છે. સિંગર્સનું કહેવુ છે કે, પુલવામા હુમલા બાદ બદલાયેલા માહોલમાં પાકિસ્તાનનો પ્રવાસ કરીને દેશના લોકોની સંવેદનાઓને ઠેસ ન પહોંચાડી શકાય. આખો દેશ પોતાના વીરોના બલિદાનના શોકમાં છે.

જણાવી દઈએ કે, પુલવામામાં શહીદ જવાનોના પરિવારની મદદ કરનારા સલમાન ખાને પોતાની અપકમિંગ ફિલ્મ ‘નોટબુક’માંથી પાકિસ્તાની સિંગર આતિફ અસલમની હકાલપટ્ટી કરી છે. સલમાન ફિલ્મનો પ્રોડ્યૂસર છે. આ ઉપરાંત, આતિફ અસલમના એક સિંગલને Youtube પરથી અનલિસ્ટ કરી દીધુ છે. આતિફના આ ગીતને 12 ફેબ્રુઆરીએ Youtube પર ટીસીરિઝે રીલિઝ કર્યું હતું. તેમજ ‘ટોટલ ધમાલ’ના નિર્માતાઓએ પણ પાકિસ્તાનમાં પોતાની ફિલ્મ રીલિઝ ન કરવાની વાત કહી છે. આ અંગે માહિતી ફિલ્મના લીડ એક્ટર અજય દેવગને સોશિયલ મીડિયા પર સોમવારે આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp