ઉગ્રવાદ- આતંકવાદ ઈસ્લામની વિરુદ્ધ, ધર્મનો ના થવો જોઈએ સંકીર્ણ ઉપયોગઃ અજીત ડોભાલ

PC: india.postsen.com

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સરહદ પાર આતંકવાદ અને ISIS પ્રેરિત આતંકવાદને માનવતા વિરૂદ્ધ સૌથી મોટો પડકરા ગણાવ્યો છે. નવી દિલ્હીમાં મંગળવારના રોજ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે એક બીજા ધર્મ પ્રતિ શાંતિ અને સામાજિક સદ્ભાવને બનાવી રાખવાના હેતુ પર આયોજિત ચર્ચા દરમિયાન અજીત ડોભાલે કહ્યું કે, ઉગ્રવાદ અને આતંકવાદ ઇસ્લામના વિરૂદ્ધ છે કારણ કે, ઇસ્લામનો અર્થ શાંતિ અને ખુશહાલી થાય છે.

ડોભાલે ઇન્ડોનેશિયાના NSA મેહમૂદ મોહમ્મદની સાથે આવેલા હાઇ લેવલ ડેલિગેશનમાં કહ્યું કે, આવી તાકાતોના વિરોધને કોઇ ધર્મ વિરૂદ્ધ ટકરાવ તરીકે ન જોવું જોઇએ. તેમણે કહ્યું કે, યુવકોની ઉર્જાને ખરી દિશા આપવાની જરૂર છે. ધર્મનો સંકીર્ણ પ્રયોગ ન થવો જોઇએ. ટેક્નોલોજીનો પણ પ્રયોગ કરવો જોઇએ, પ્રોપગેન્ડા અને નફરતથી છુટકારો મળવવા માટે. તેની સાથે જ, તેમણે કહ્યું કે, લોકતંત્રમાં હેટ સ્પીચ, પક્ષપાત, પ્રોપગેન્ડા, હિંસા અને ધર્મના દુરૂપયોગનું કોઇ સ્થાન નથી.

અજીત ડોભાલે આગળ કહ્યું કે, સીરિયા અને અફઘાનિસ્તાનને આતંકવાદનો મંચ બનાવવામાં આવ્યો છે. અમારું લક્ષ્ય એશિયામાં સૌહાર્દ્ર અને શાંતિ છે. તેમણે કહ્યું કે, ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધ સદીઓથી જૂના છે, ચોલ વંશના સમયથી ભારતના ઇન્ડોનેશિયા સાથે વ્યાપારિક સંબંધ હતા. અમારો ઊંડો સંબંધ ટૂરિઝમના કારણે પણ છે. દર વર્ષે ભારતથી પ્રવાસીઓ બાલી જાય છે, ત્યાં હિંદુ મંદિરો પણ છે. વિશ્વનો પહેલો સૌથી મોટો મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયા છે જ્યારે, ભારત ત્રીજા નંબરનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે. ગુજરાત અને બંગાળમાં કેટલા સુફી ઇન્ડોનેશિયા મૂળના લોકો રહે છે.

તેમણે કહ્યું કે, સિવિલ સોસાયટી સાથે સંબંધ હોવાના કારણે કામ સારા થઇ શકે છે. 1.7 બિલિયન વિશ્વ જનસંખ્યા અમે બંને છીએ અને ઇન્ડોનેશિયા સદ્ભાવનું ઉદાહારણ છે. ત્યારબાદ ઇન્ડોનેશિયાના NSA મેહમૂદ મોહમ્મદે કહ્યું કે, ઇન્ડોનેશિયા સહિષ્ણુતા અને સહઅસ્તિત્વમાં વિશ્વાસ રાખે છે. અમે એ માનીએ છીએ કે, અમારે એકબીજા પાસે શીખવું જોઇએ અને એકબીજાની બેસ્ટ પ્રેક્ટિસને અપનાવવી જોઇએ.

ધર્મ જોડવા માટે છે દૂર કરવા માટે નથી. ધર્મ વૈશ્વિક સમસ્યાઓના હલનો પાર્ટ હોવો જોઇએ. મેહમૂદ મોહમ્મદે આગળ કહ્યું કે, ઇન્ડોનેશિયામાં 1000 સ્થાનિક ભાષા છે અને 700થી વધારે જનજાતિઓ છે. અમે શીખ્યું કે, યૂનિટી આ ડાઇવર્સિટી અને ડિસ્ક્રીમિનેશન અને અસહિષ્ણુતાને દૂર કરવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp