DSP દેવિંદર સિંહની ધરપકડ પર રાહુલ ગાંધીની ટ્વીટ, આતંકવાદીનું મૌન કોણ ચાહે છે?

PC: thehindu.com

જમ્મુ કાશ્મીરના DSP દેવિંદર સિંહના મામલાની તપાસ હવે NIA દ્વારા કરવામાં આવશે. જે અંગે કોંગ્રેસ તેના રહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, આતંકી DSP દેવિંદર સિંહને ચુપ કરાવવાની સૌથી સરળ રીત છે, મામલાની તપાસ NIAને સોંપી દો. જણાવી દઈએ કે દેવિંદરની ધરપકડ શનિવારના રોજ જમ્મુ કાશ્મીરમાં બે આતંકવાદીઓ અને એક વકીલની સાથે કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી ટ્વીટમાં કહે છે કે, NIA અન્ય એક મોદી દ્વારા ચાલે છે- YK, જેમણે ગુજરાત દંગા અને હરેન પંડ્યાના મર્ડરની તપાસ કરી હતી. તેમને કારણે આ કેસો શાંત કરી દેવામાં આવ્યા છે. કોણ ચાહે છે આતંકી દેવિંદરને શાંત કરવા, કેમ?

આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ દેવિંદર સિંહની ધરપકડને લઈને ટ્વીટ કરી હતી. જણાવી દઈએ કે, શનિવાર 11 જાન્યુઆરીની રાતે જમ્મુ નેશનલ હાઈવે પાસેથી એક કારમાં 2 આતંકવાદીઓની સાથે જમ્મુ કાશ્મીર પોલીસના એક DSPની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમની સાથે જ એક સ્થાનીક એડવોકેટની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. ચારેયની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ, એક્સપ્લોસિવ એક્ટ અને UAPA હેઠળ FIR દાખલ કરી દેવામાં આવી છે અને ઘણી તપાસ એજન્સીઓ તેમની પૂછપરછ કરી રહી છે.

પકડવામાં આવેલા દેવિંદર ઘણી આતંકવાદી વિરોધી ઓપરેશનમાં સામેલ હતો અને તેની સાથે આતંકવાદી જેવું જ વર્તન કરવામાં આવી રહ્યું છે. હાલમાં આર્મી, CRPF, IB, R&AWને બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp