વાયુની અસરના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

PC: youtube.com

ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા છે, તો ક્યાંક રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા સોમવારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ વાયુ ધીમે-ધીમે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. જેના કારણે તેની અસરકારકતા ઘટી રહી છે. જેના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. 

એક રીપોર્ટ અનુસાર, વાયુ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. આ ડિપ્રેશન કચ્છના દરિયા કાંઠે આવવાના કારણે લો પ્રેશરની સ્થિતિ સર્જાવાની શક્તાઓ રહેલી છે. જેના કારણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાયુની અસરના કારણે વતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહીના કારણે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે ઉત્તર ગુજરાતમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે. જિલ્લામાં સુરક્ષાની તકેદારીના ભાગરૂપે NDRFની એક ટુકડી પણ ખડકી દેવામાં આવી છે.

પાલનપુર અને ડીસામાં વહેલી સવારથી ઝરમર વરસાદ પડ્યો હતો પણ થોડો સમય જતા વરસાદે જોર પકડ્યું હતું. આ ઉપરાંત બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ ચુકી છે. ગઈકાલ સાંજ સુધીમાં સરસ્વતી, દિયોદર અને હિંમતનગરમાં 2 મિલીમીટર, ડીસા અને તલોદમાં 3 મિલીમીટર અને ઇડરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp