લલિત વસોયાની અટકાયત

PC: news 18

આજે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના નેતૃત્વ હેઠળ રાજકોટ જીલ્લામાં ખેડૂતોની સાથે ભાદર-2 ડેમની કચેરીને તાળાબંધી કરવાની યોજના હતી. જેમાં લલિત વસોયાની અટકાયત કરી લેવામાં આવી છે. જેથી ખેડૂતો રોષે ભરાતા પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષનો માહોલ ઉભો થયો હતો.

સરકાર દ્વારા પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર હતો. તેથી લલિતા વસોયાએ સરકારને પત્ર લખીને કહ્યું કે, ચોમાસામાં ઓછા વરસાદમા કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોરાજીમાં કોઈપણ વિવાદ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમજ સિંચાઈનું પાણી ખેડૂતોને આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. જો કે તમને જણાવી દઈએ કે, ધોરાજીમાં આવેલા ભાદર-2 ડેમ જેતપુરતા કેમીકલ યુક્ત પાણીથી ભરેલો છે. જો કેનાલથી ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવામાં આવે છે. જો કે પીવાના પાણીની વાત કરીએ તો તેને અલગ રાખવામાં આવે તો પણ ડેમમાં પાણીનો સરપ્લસ જથ્થો ઉપલ્બધ છે. તેથી ખેડૂતોને પાણી મળવું જોઈએ તેમની સાથે સરકારે અન્યાય ન કરવો જોઈએ.

તેમજ લલિત વસોયાએ જણાવ્યું કે ઉપલેટાની પાસે જ્યાંથી ગામમાં આવવાનો રસ્તો છે ત્યા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જેને જોઈને એવુ લાગી રહ્યું કે જાણે કોઈ આંતકવાદી આવવાના હોય. તેમજ જે જગ્યાએ ખેડૂતો એકઠા થવાના છે ત્યા 500 કરતા પણ વધારે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જો કે સરકીટ હાઉસમાં ખેડૂતોને અટકાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ ખેડૂતોને યોગ્ય ન્યાય મેળવવા પ્રશ્નને લઈને સરકાર પોલીસ તંત્રનો દૂરપયોગ કરીને આ આંદોલનમાં ખેડૂતોના ન્યાયને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે.

તે સિવાય તમને જણાવી દઈએ કે લલિત વસોાએ સિંચાઈ મંત્રીને પણ પત્ર લખ્યો હતો. જેમાં તાત્કાલિક પાણી છોડવાની માંગણી કરવામાં આવી હતી અને ઘણી વખત ડેપ્યુટી ઈજનીયર સર્કલમાં પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં ગાંઘીનગર સુધી ખેડૂતોની દરખાસ્તન ન પહોંચી તેવું લલિત વસોયાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp