કેરળમાં પૂરની પરિસ્થિતિ વધુ વણસી, રેડ એલર્ટ જાહેર, 67ના મોત

PC: twitter.com/ANI

આજ સવારથી કેરળમાં આલ્પ્પુશા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગનું માનવું છે કે આ વિસ્તાર સાથે અન્ય વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદ અને પૂરને જોતા હવામાન ખાતાએ રાજ્યમાં 'રેડ એલર્ટ' જાહેર કરી દીધું છે. રાજ્યમાં આત્યાર સુધી લગભગ 67 લોકોના મોત થઈ ચૂક્યા છે. હવામાન ખાતે કહ્યું છે કે ઈડુક્કી, કોઝિકોડ, વયનાડ, મલપ્પુરમ, પાથનમથીટટા, કન્નુર અને એર્નાકુલમના વિસ્તારો માટે આગામી 24 કલાક ખૂબ જ નાજુક છે.

કહેવાય છે કે કેરળમાં અત્યાર સુધી આવો વરસાદ અને પૂર ક્યારેય આવ્યું ન હતું. રાજ્યમાં 94 વર્ષ પછી આટલી ખરાબ સ્થિતિ થઈ છે. 14 ઓગષ્ટે થયેલા વરસાદ પછી કેરળના 35 ડેમના દરવાજાને ખોલવા પડ્યા હતા. પહેલીવાર રાજ્યના આટલા બધા ડેમને એકસાથે ખોલવામાં આવ્યા હતા. 

રાજ્યના કેટલાક વિસ્તાર જે વરસાદથી ત્રસ્ત છે તો બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે. તિરુવનંતપુરમ જિલ્લામાં ભૂસ્ખલનના કારણે ઘરની દીવાલ તૂટી ગઈ છે જેના કારણે એક 70 વર્ષની વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું. પૂરના કારણે આજે દક્ષિણ રેલવે અને કોચ્ચી મેટ્રોએ ટ્રેનો બંધ કરી છે જેના કારણે મધ્ય કેરળમાં ટ્રાન્સપોર્ટ સીસ્ટમ ખોરવાઈ છે.

રાજ્યની રાજધાનીમાં પણ મુશળધાર વરસાદના કારણે નીચલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આધિકારીઓએ તરત જ 14 રાહત શિબિરો ખોલ્યા હતા, જેમાં કેટલાક નેતાઓના ઘરમાં પાણી ઘૂસી જતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પીનરઇ વિજયન સાથે વાતચીત કરી હતી અને જરૂરી દરેક પ્રકારની સેવાઓ આપવાનું આશ્વાસન આપ્યું હતું. કોચ્ચી એરપોર્ટ પર પાણી ભરવાથી ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp