મુંબઈમાં રમાઈ NBAની પહેલી મેચ, જુઓ તસવીરો

PC: khabarchhe.com

ભારતમાં મુંબઈમાં એનએસસીઆઈ ડોમમાં NBAની સૌપ્રથમ ઐતિહાસિક મેચ યોજાઈ હતી, જેમાં 10થી 16 વર્ષનાં બાસ્કેટબોલ પ્રેમી છોકરાઓ અને છોકરીઓએ એમની મનપસંદ ટીમો ઇન્ડિયાનાં પેસર્સ અને સેક્રામેન્ટો કિંગ્સ વચ્ચેની રોમાંચક મેચની મજા માણી હતી અને પસંદગીની ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.

રિલાયન્સ ફાઉન્ડેશનની ભારતમાં NBA સાથે 6 વર્ષની સફળ પાર્ટનરશિપનાં ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશન જૂનિયર NBA પ્રોગ્રામનું પ્રતિનિધિત્વ કરતાં બાળકોને ભારતમાં આયોજિત આ પ્રથમ મેચ જોવા શ્રીમતી નીતા અંબાણીએ ખાસ આમંત્રણ આપ્યું હતું. આ રમત જોવી અને NBAનાં રોમાંચનાં સાક્ષી બનવું આ બાળકો માટે વિશિષ્ટ તક હતી. આ વર્ષો દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશન જૂનિયર NBAએ 11 મિલિયન બાળકોના જીવનને અસર કરી છે અને ભારતનાં 20 રાજ્યોમાં 34 શહેરોમાં 10,000 કોચને તાલીમ આપી છે.

રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું હતું કે, “ભારતને ખરાં અર્થમાં મલ્ટિ-સ્પોર્ટ્સ દેશ બનાવવો મારું સ્વપ્ન છે. ભારતમાં NBAની અત્યાર સુધીની સૌપ્રથમ મેચનું આયોજન કરીને રિલાયન્સ ફાઉન્ડેશન આનંદ અનુભવે છે. હું અમારાં જૂનિયર NBA પ્રોગ્રામમાં સામેલ આ અદભૂત અને યુવાન બાસ્કેટબોલર્સ સાથે NBA પાર્ટનરશિપનાં 6 વર્ષની ઉજવણીનો આનંદ વહેંચવાની અલગ પ્રકારની ખુશી પણ અનુભવું છું. બાળકોમાં શિક્ષણ અને સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવું મારું મિશન છે અને મને આશા છે કે, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં ટોચ પર પહોંચશે.”

આ પ્રસંગે NBA કમિશનર એડમ સિલ્વરે ભારતમાં બાસ્કેટબોલને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનનાં પ્રદાનની પ્રશંસા કરી હતી અને તેમણે આ માટે ભારતમાં NBAનાં પ્રતીક સ્વરૂપે ‘ફર્સ્ટ’ મેચ બોલની ભેટ નીતા અંબાણીને ધરી હતી. NBAની ટીમો બે પ્રી-સિઝન ગેમ રમવા ભારત આવી છે. ઇન્ડિયાના પેસર્સનાં માયલિસ ટર્નર અને સેક્રેમેન્ટો કિંગ્સનાં ડી આરોન સાથે નીતા અંબાણી અને એડમ સિલ્વરે ભારતમાં પ્રથમ NBA ગેમનું આયોજન કરવાનાં પ્રતીક સ્વરૂપે NBA ગેમનાં અધિકારીઓને મેચ બોલ સુપરત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp