અફઘાનિસ્તાનમાં તાલિબાનની ધાર્મિક સભામાં મહિલા વગર થશે મહિલાઓના મુદ્દાઓ પર ચર્ચા

PC: abcnews.go.com

તાલિબાનમાં એક ધાર્મિક સભા થવા જઇ રહી છે અને તાલિબાન સરકારના ડેપ્યુટી વડાપ્રધાન મૌલવી અબ્દુલ સલામ હનફીએ ઘોષણા કરી છે કે, આ સભામાં મહિલાઓ નહીં હશે અને મહિલાઓનું પ્રતિનિધિત્વ પુરૂષો જ કરશે.

1લી જુલાઇના રોજ કાબુલમાં લોયા જિરગા હોલમાં ત્રણ હજારથી વધુ ધર્મ ગુરૂઓ, ટ્રાઇબલ્સ, સ્કોલર્સ, પ્રભાવશાળી હસ્તિઓ અને દેશના વ્યાપારીઓની સભા થવા જઇ રહી છે. આ સભાને સ્થાનિક ભાષામાં જિરગા કહે છે. સભા ત્રણ દિવસની હશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ સભામાં સરકારના કામ પર પોતાની વાત રાખવામાં આવી શકે છે. તેની સાથે જ તાલિબાન સરકારની કામ કરવાની રીતને લઇને કોઇ સમસ્યા છે તો તેના વિશે પણ વાતચીત થઇ શકે છે. આ જિગરામાં છોકરીઓની શિક્ષા, સાર્વજનિક જીવનમાં મહિલાઓની ભૂમિકા પર પણ ચર્ચા થવાની વાત સામે આવી હતી, પણ આ ચર્ચામાં મહિલાઓ શામેલ નહીં થઇ શકશે.

પોતાના ડિફેન્સમાં ઉપ વડાપ્રધાન મૌલવી અબ્દુલ સલામ હનફી કહ્યું કે, મહિલાઓની કોઇ જરૂર જ નથી. તેમનું પ્રતિધિત્વ તેમના ઘરના પુરૂષો કરશે. તેમણે કહ્યું કે, ‘મહિલાઓ આપણી માતા છે, બહેન છે. અમે તેનું ખૂબ જ સન્માન કરીએ છીએ, તેનો મતલબ એ થાય છે કે, તે લોકો પણ સભામાં શામેલ જ છે.’

મંત્રાલયના એક આદેશમાં કહેવાયું છે કે, અફઘાનિસ્તાનના 400થી વધુ જિલ્લાઓમાંથી દરેક બેઠકમાં ત્રણ પ્રતિનિધિ હોવા જોઇએ. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયામાં એવી અટકળો ચાલતી હતી કે, શું તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લા અખુંદઝાદા સભામાં શામેલ થશે કે નહીં. હાલના દિવસોમાં અખુંદઝાદાને સાર્વજનિક રૂપે જોવામાં નથી આવ્યા.

ઓગષ્ટ 2021માં સત્તા પર કબજો કર્યા બાદથી જ તાલિબાને અફઘાનિસ્તાન મહિલાઓની સ્થિતિને બદથી બદતર કરવા માટે અનેક પ્રતિબંધો લગાવાયા છે. પબ્લિક સ્પેસ પાસેથી તેમની જબાવદારી ઓછી કરવા માટે એક પછી એક ફરમાન લવાયા હતાં. સેંકડો છોકરીઓને માધ્યમિક વિદ્યાલયોથી બહાર કરવામાં આવી છે અને મહિલાઓને સરકારી નોકરીઓમાં ફરવાથી રોકવામાં આવી છે. મહિલાઓ એકલી બહાર પણ નથી નીકળી શકતી.

તે સિવાય મહિલાઓના અધિકારો માટે વિરોધ પ્રદર્શન પર પણ પ્રતિબંધ લગાવ્યા છે. આ વર્ષે મે મહિનામાં તાલિબાન પ્રમુખ હિબતુલ્લાહ અખુંદઝાદાએ એક ફરમાન જારી કહ્યું હતું, જેમાં મૂળ રૂપે એ જ કહેવાયું હતું કે મહિલાઓએ સામાન્ય રીતે ઘરે જ રહેવું જોઇએ. જો બહાર જવુ જ છે, તો માથાથી પગ સુધી બુરખો પહેરીને જાય.

સત્તા પર કબજો કર્યા બાદ તાલિબાને ઇસ્લામી શાસનના એક સોફ્ટ વર્ઝનનો વાયદો કર્યો હતો, પણ તેની સાથે તેમની કટ્ટરતા વધતી જઇ રહી છે. 15મી જૂનના રોજ UN Security Councilમાં થયેલી ડિબેટમાં ભારતે અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. કહ્યું હતું કે, દેશમાં અરાજકતાના કારણે છોકરીઓની શિક્ષા પર અસર પડે છે. સાથે જ સુરક્ષા પરિષદમાંથી આતંકવાદના પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવાની માગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp