અમદાવાદમાં દીકરાનું ઘર લેવા પિતાએ એકઠા કરેલા 50 લાખ રૂપિયા ચોર ચોરી ગયા

PC: news18.com

રાજ્યમાં લોકડાઉનમાંથી રાહત મળ્યા પછી ક્રાઈમની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. અવારનવાર મારામારી, હત્યા, ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ચોરોનો આતંક સામે આવો આવ્યો છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી ચોરોએ લાખો રૂપિયાની સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ સમગ્ર સવારના સમયે પરિવારના સભ્યોને થતા તેમને તાત્કાલિક સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ચોરીની ફરિયાદ દાખલ કરીને ચોર તસ્કરોને પકડવાની તજવીજ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા ન્યૂ જી-વૉર્ડમાં રહેતા ઉત્તમચંદ ગોલાણી નામના વ્યક્તિને તેના દીકરા અને પુત્રવધુનું મકાન લેવું હતું. જેના કારણે તેમને પોતાની પત્નીએ બચત કરેલા 17 લાખ રૂપિયા, દીકરાએ બચત કરેલા 13 લાખ રૂપિયા અને બાજુમાં રહેતા એક વ્યક્તિની પાસેથી 20 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ 50 લાખ રૂપિયા તેમને ઘરની અંદર રહેલા કબાટમાં મૂકી દીધા હતા. જ્યારે ઉત્તમચંદ 1 જૂનના રોજ સવારે કબાટમાં મૂકેલા પૈસા લેવા માટે ગયા હતા. તે સમયે તેમને જાણવા મળ્યું હતું કે, કબાટનું લોકર તૂટેલી હાલતમાં હતું અને કબાટની અંદર મૂકેલા 50 લાખ રૂપિયા અને સોનાના દાગીના ચોરી થઇ ગયા હતા.

રાત્રીના સમયમાં ઘરમાંથી 50 લાખ રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી થવાના કારણે પરિવારના સભ્યોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેથી પરિવારના સભ્યોએ તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર આવી પ્રાથમિક તપાસ કરીને સમગ્ર મામલે 50 લાખ રૂપિયા, 5 તોલાની સોનાની બંગડી, દોઢ તોલાની ચેઈન અને ત્રણ વીંટી સહિત કુલ 52,40,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થવા બાબતેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ચોરીનો ગુનો દાખલ કરીને ચોરોને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, સરદારનગર વિસ્તારમાં જાણો પોલીસનો ડર ચોરને રહ્યો ન હોય તેવું લાગી રહ્યો છે. કારણ કે, થોડા દિવસો પહેલા એક વેપારીએ તેના ઘરમાંથી ચોરને ચોરી કરતા રંગે હાથે પકડ્યો હતો. તે સમયે ચોર અને વેપારી વચ્ચે થયેલા ઘર્ષણમાં ચોરને ઈજા થઇ હતી. તેથી ચોરને સારવાર માટે પોલીસે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ ઘટનામાં વેપારીએ ચોરને પકડીને પોલીસની મહેનત ઓછી કરી હોવા છતાં પણ પોલીસે ચોરની ફરિયાદ લઇને વેપારીને જેલમાં પૂરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp