ગુજરાતમાં પેટ્રોલની સરખામણીએ ડીઝલ કારોનું વેચાણ આટલું ઘટ્યું, કારણ તમે જાણો જ છો

PC: business-standard.com

 ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં બન્ને સેગમેન્ટમાં વાહનોનું વેચાણ ઘટ્યું છે. મોટાભાગની કંપનીઓના શોરૂમ્સ ખાલી પડ્યાં છે. એક સમય હતો જ્યારે પેટ્રોલનો ભાવ વધુ હતો અને ડીઝલ પ્રમાણમાં સસ્તુ હતું ત્યારે ડીઝલના વાહનો વસાવવાનો ક્રેઝ શરૂ થયો હતો પરંતુ આજે સ્થિતિ એવી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ તફાવત રહ્યો નથી તેથી ડીઝલના વાહનોમાં ખરીદી ઘટી રહી છે.

સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલના ફોર વ્હિલર વચ્ચે બે થી અઢી લાખનું અંતર હોય છે. હવે આ અંતરે લોકોને પેટ્રોલના વાહનો લેવા ફરીથી મજબૂર કર્યાં છે. છેલ્લા બે વર્ષમાં પેસેન્જર વ્હિકલના કુલ વેચાણમાં ડીઝલના વાહનોનો હિસ્સો 30 ટકા ઘટી ગયો છે. 2011-12ના વર્ષમાં પેટ્રોલ કરતાં ડીઝલ 32 રૂપિયા સસ્તુ હતું તેથી ડીઝલના વાહનોનું વેચાણ વધ્યું હતું પરંતુ 2020માં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસરખા હોવાથી ડીઝલના વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે.

ગુજરાતદિલ્હીગોવાતેલંગાણા જેવાં 12 રાજ્યોમાં બંને ઈંધણના ભાવ વચ્ચેનો તફાવત શૂન્ય અથવા બે રૂપિયાથી પણ ઓછો છેતેથી ડીઝલ વાહન ખરીદવા માટે ગ્રાહક વધારે ભાવ ચૂકવે તો પણ તેને ચલાવવા માટે પેટ્રોલ વાહન જેટલો જ ખર્ચ કરવાનો આવે છે. ભારતના કાર ખરીદદારો વાર્ષિક ધોરણે સરેરાશ 11,000 કિલોમીટર ડ્રાઇવ કરતા હોય છે.

અમદાવાદના એક કાર શોરૂમના સંચાલકે કહ્યું હતું કે મિડ-સાઇઝ કાર સેગમેન્ટમાં પેટ્રોલ અને ડીઝલ વ્હિકલ્સની રનિંગ કોસ્ટ પ્રતિ કિલોમીટર 50 પૈસા ઘટી ગઇ છે જ્યારે ડીઝલ વ્હિકલ ખરીદવા માટે બે થી અઢી લાખ રૂપિયા વધારે ચૂકવવા પડે છે. ગુજરાતમાં આઠ વર્ષ પહેલાં પેસેન્જર વ્હિકલના કુલ વેચાણમાં ડીઝલનો હિસ્સો 62 ટકા હતો તે 2019માં ઘટીને 37 ટકા થયો હતો પરંતુ હવે 2020માં તે ઘટીને 27 ટકા થયો છે. એટલે કે ડીઝલના વાહનોનું વેચાણ ઘટ્યું છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp