આ કારણે પોતાના જ લગ્નમાં ન પહોંચી શક્યો સેનાનો જવાન

PC: indiamarks.com

હિમાચલ પ્રદેશના મંડીમાં રહેનાર એક જવાન પોતાના જ લગ્નમાં હિમવર્ષાને કારણે પહોંચી શક્યો નહિ. આ જવાન હાલમાં કાશ્મીરમાં તૈનાત છે. 2 અઠવાડિયાથી થઈ રહેલી હિમવર્ષાને કારણે તે ઘાટીમાં જ ફંસાઈ ગયા. જવાનના લગ્નની તૈયારીઓ થઈ ગઈ હતી. જવાન સુનિલની લગ્નની રજાઓ 1 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, તે થોડા દિવસ પહેલા બાંદીપોરા સ્થિત ટ્રાંઝિટ કેમ્પ પર પહોંચી ગયા હતા.

ખરાબ હવામાનને કારણે દરેક રસ્તા બંધ થઈ ગયા હતા. જેને લીધે સુનિલ બાંદીપોરામાં જ ફંસાઈ ગયા. દુલ્હન અને તેના પરિવારને જ્યારે આ વાતની જાણ થઈ તો, તેઓ પણ નિરાશ થઈ ગયા. શ્રીનગરથી સુનિલે ફોન પર જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ ટેકઓફ થઈ શકે એમ નથી.

દુલ્હનના કાકાએ કહ્યું કે, સુનિલ સરહદે દેશની સેવામાં છે, તે વાત પર અમને તેના પર ગર્વ છે. હવે એકમાત્ર વિકલ્પ એ જ છે કે લગ્નની તારીખ લંબાવી દેવામાં આવે.

બંને પરિવારોએ લગ્નની તૈયારીઓ કરી દીધી હતી. બધાં સગા સંબંધી પણ પહોંચી ગયા હતા. તેઓ સુનિલની રાહ જોઈ રહ્યા હતા અને તેની ચિંતા પણ હતી. જવાન સુનિલ શ્રીનગર તો પહોંચી ગયા પણ ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ ટેકઓફ ન થઈ શકી. પણ તે સુરક્ષિત છે. જેવી સ્થિતિ ફરી સામાન્ય થશે અને સુનિલ ઘરે આવી જશે ત્યાર બાદ લગ્નની નવી તારીખ નક્કી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp