મંત્રીની હાજરીમાં સુરતના ડે. કલેક્ટરે કરી ભાટાઇ- ભાજપ સરકાર સારૂં કામ કરે છે

PC: youtube.com

સુરતના ડેપ્યુટી કલેક્ટરને સરકારના વખાણ કરવા ભારે પડ્યા. કારણ કે સરકારના વખાણ કરતાની સાથે વિવાદ થતા કોંગ્રેસ દ્વારા સરકારી અધિકારી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સરકારી અધિકારી બીજું કોઈ નહીં પણ સુરતના જમીન સુધારણા વિભાગમાં ફરજ બજાવી રહેલા ડેપ્યુટી કલેક્ટર આર.આર. બોરડ છે.

રિપોર્ટ અનુસાર ડેપ્યુટી કલેક્ટર આર.આર. બોરડ દ્વારા કછોલ ગામમાં યોજાયેલા એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધિકારીની સાથે રાજ્યના ઉર્જામંત્રી મુકેશ પટેલની પણ હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર બોરડ પણ ભારતીય જનતા પાર્ટીના વખાણ કરવા લાગ્યા હતા.

તેમને સરકારના વખાણ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રીતે જોવા જઈએ તો છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામ કરી રહી છે તે પ્રજાલક્ષી અભિગમ રાખીને વહીવટ કરી રહી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષના સમયના પ્રજા લક્ષી કામો ખૂબ જ સારા થયા છે. નીચેના માણસોનું કામ થાય તે પ્રકારની ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. તેમાં એક ઉદાહરણ આપું તો તે કાર્યક્રમ સેવા સેતુ છે.

(કોંગ્રેસના નેતા દર્શન નાયક)

આટલેથી ન અટકતા ડેપ્યુટી કલેક્ટર આર.આર. બોરડ દ્વારા સરકારના વખાણ કરતા કહેવામાં આવ્યું હતું કે, સેવાસેતુ કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારના દરવાજા સુધી જાય છે એટલે અરજદારોને સરકારી કચેરી સુધી આવવું પડતું નથી. આવકના દાખલા અને વિધવા સહાયના ફોર્મ પણ ભરવામાં આવી રહ્યા છે. મારા મતે સરકારનું આ પગલું ખૂબ જ સારું છે. કોરોનાની ત્રીજી લહેરમાં પણ સરકારના ખૂબ જ સારા પગલા છે.

ડેપ્યુટી કલેક્ટર આર.આર. બોરડ દ્વારા એક ખાનગી ચેનલના સ્ટેજ પરથી ભારતીય જનતા પાર્ટીની સરકારના વખાણ કરવામાં આવ્યા હોવાના કારણે કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા બાબતે અધિકારીની સામે આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા ડેપ્યુટી કલેક્ટર આર.આર. બોરડની સામે ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે ગુજરાત તકેદારી આયોગ દ્વારા કોંગ્રેસના નેતાની ફરિયાદની આધારે સરકારી અધિકારી સામે કોઈ પગલાં ભરવામાં આવે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp