મંદીની પરાકાષ્ઠા: બેરોજગારીથી ત્રસ્ત યુવક સિવિલ હોસ્પિટલ પહોંચ્યો અને કહ્યું...

PC: youtube.com

સુરતના હીરા ઉદ્યોગ અને કાપડ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે લોકો હીરાના એક દિવસનું 500 રૂપિયાનું કામ કરતા તે લોકો હવે માત્ર એક દિવસનું 200 રૂપિયાનું કામ માંડ માંડ કરી શકે છે. એક તરફ મોંઘવારી સતત વધી રહી છે. તહેવારોની સીઝનના કારણે તેલ અને શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની સામે લોકોની આવક ખૂબ ઓછી થતી જાય છે. હિરાના નાના કારખાનાના માલિકોએ કારીગરોને છુટ્ટા કરી દીધા છે. જેના કારણે પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરવું તે એક મહત્ત્વનો વિષય બન્યો છે. આ મંદીના માહોલની વચ્ચે એક અલગ પ્રકારનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જેમાં એક યુવકે આર્થિક સંકળામણમાં આવીને સુરતની સિવિલ હોસ્પિટલમાં પોતાની કીડની વેંચવાની દરખાસ્ત મૂકી છે.

એક રીપોર્ટ અનુસાર સુરતની એક મિલમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો એક યુવક આર્થિક ભીંસમાં આવી જવાના કારણે સુરતની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને ત્યાં તેને ડોક્ટર સમક્ષ કીડની વેંચવાની વાત કરતી હતી. આ યુવકનું નામ રાજુશ્રી દુબે છે અને તે પાંડેસરા GIDC JR ડાઈગમિલમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને મિલમાં પરિવાર સાથે રહે છે. આ યુવક 13 વર્ષ પહેલા તેની પત્ની સાથે બિહારથી સુરત આવ્યો હતો. રાજુશ્રી દુબે જે કંપનીમાં કામ કરે છે ત્યાં તેનો એક મહિનાનો પગાર માત્ર 9 હજાર રૂપિયા છે અને આ મોંઘવારીના કારણે આટલા પગારમાં બચત ન થતી હોવાના કારણે તે સિવિલ હોસ્પિટલના ડોક્ટરને મળ્યો હતો અને તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે કીડની વેંચવાની વાત કરી હતી.

યુવકની કીડની વેંચવાની વાત સાંભળીને ડોક્ટર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા અને તેમને યુવકને સમજાવીને વધુ મહેનત કરવાનું વાત કહીને પરત મોકલી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp