ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક પોલીસે માત્ર 24 કલાકમાં ફટકાર્યો રૂ. 6 લાખનો દંડ

PC: indiatimes.com

અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય તેમના માટે 17થી 19 નવેમ્બર સુધી વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ મનાવવામાં આવતો હોય છે. ત્યારે તેના ભાગ રૂપે સુરતમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જેના ભાગ રૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લોકો માં જાગૃતિ આવે અને લોકો હેલ્મેટ પહેરે અને સીટ બેલ્ટ બાંધે તે માટે દંડ વસૂલ્યો હતો. જેની અધધ કિંમત રૂ. 6 લાખ જેટલી કિંમત ભેગી થઇ છે.

સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં જુદા જુદા પોઇન્ટ પર કસુરવાર વાહન ચાલકો વિરુદ્ધ સ્થળ દંડ પેટે રૂ. 5,60,400 તેમજ તમામ પોલીસ સ્ટેશન માંથી પાંચ એન.સી કેસો કરવામાં આવ્યા છે જેના સ્થળ પેટે રૂ. 38,800 મળી કુલ આઠ એન.સી મળીને રૂ. 5,99,200નો દંડ વસુલવમાં આવ્યો છે. વધુમાં ટ્રાફીક પી.આઇ. રમેશ લશ્કરીએ જણાવ્યુ કે, મારો મુખ્ય હેતુ લોકોમાં વધુને વધુ જાગૃતિ આવે અને ટ્રાફીક સેન્સ કેળવે તે અંગે અમે કાર્યક્રમો કરતા હોઇએ છીએ. તો સાથે જ ગત સપ્તાહ અમે અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરીવાર જનો સાથે તેઓને શ્રધ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ કાર્યક્રમમાં લોકો હેલ્મેટ અને સીટબેલ્ટ વગર વધારે ઝડપાયા હતા તો સાથે ટ્રીપલ સવારી અને વિધાઉટ લાયસન્સના કેસમાં પણ લોકો પાસે સ્પોટ પર જ દંડ વસૂલાયા હતા. જેની માતબર રકમ રૂ. 6 લાખ જેટલી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp