નવી મુંબઈની એક સ્કૂલ પરિસરમાં વિસ્ફોટક મળતા મચ્યો હડકંપ

PC: youtube.com

નવી મુંબઈના કલમ્બોલી વિસ્તારમાં વિસ્ફોટક મળવાને કારણે સનસની ફેલાઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, ઉનાળું વેકેશન બાદ સોમવારથી જ મહારાષ્ટ્રની તમામ શાળાઓ ખુલી છે અને સુધાગડ સ્કૂલ પરિસરમાં સંદિગ્ધ વસ્તુ મળી આવ્યા બાદ સ્થળ પર બોમ્બ સ્ક્વોર્ડની ટીમને બોલાવવામાં આવી હતી.

ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, થર્મોકોલ બોક્સમાં સિમેન્ટની પરત બનાવીને તેમાં એક બેટરી લગાડીને એનલોગ બ્લોકથી અટેચ કરવામાં આવી હતી. સાથે જ તેમાં એક ટાઈમર પણ લગાડવામાં આવ્યું હતું, પરંતુ વિસ્ફોટ થાય તે પહેલા જ બોમ્બ ડિસ્પોઝલ ટીમે તેને ડિસ્પોઝ કરી દીધું.

વિસ્ફોટક IED એટલે કે ઈંપ્રોવાઈઝ ઈલેક્ટ્રોનિક ડિવાઈઝ સાથે જોડાયેલું હતું. હવે CCTVની મદદતી આરોપીની શોધ કરવામાં આવી રહી છે. શાળામાંથી વિસ્ફોટક મળ્યા બાદ પોલીસ ખૂબ જ સતર્ક બની ગઈ છે. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે, આ વિસ્ફોટક ત્યાં કઈ રીતે પહોંચ્યું? જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં મોટાભાગની સ્કૂલ સોમવારે જ ખુલી છે. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે, ક્યાંક આ બોમ્બનો ટાર્ગેટ સ્કૂલના બાળકો તો નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp