તાલિબાની સજાઃ પ્રેમીને જૂતાનો હાર પહેરાવી, મહિલાના ખભા પર બેસાડીને ફેરવ્યો

PC: aajtak.in

આપણે ઘણી વખત અફઘાનિસ્તાનના તાલિબાનની સજાની કાર્યવાહીની ટીકા કરતા હોય છે, પરંતુ આજે પણ દેશના એવા ગામડા છે જયા આરોપીને પોલીસને બદલે ગામના લોકો જ સજા આપી દેતા હોય છે.મધ્ય પ્રદેશમાં એક પરણિતાને યુવક સાથે પ્રેમ થયો હતો એ વાતની જાણ પતિ અને ગામના લોકોને થઇ તો એવી સજા કરી કે તમે કહેશો તાલિબાનો અહીં પણ છે.

મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં ટોળાનો તાલિબાની ચહેરો સામે આવ્યો છે. અહીં એક પરણિતા મહિલાપ્રેમી સાથે પકડાઇ જવા પર ટોળાએ તાલિબાની સ્ટાઇલમાં સજા આપી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના આદિવાસી વસ્તી ધરાવતા ઉદયનગરના બોરપડાવ ગામનો છે.

દેવાસના ઉદયનગરમાં પ્રેમીના ઘરે રહેવાનું પરિણીતાને ભારે પડી ગયું હતુ. પતિ અને ગ્રામજનોને આ વાતની જાણ થતાં જ તેઓએ મહિલા અને પ્રેમીને મારપીટ કરી હતી. બંનેને એવી સજા આપી, જે સાંભળીને કોઈના પણ હોશ ઉડી જશે.

24 જૂનના રોજ મહિલા ઘરેથી નીકળીને ક્યાંક ગઈ હતી અને પાછી ફરી ન હતી. મહિલાના પતિએ તેને દરેક જગ્યાએ શોધી હતી પણ પત્ની મળી નહોતી.

પતિએ ઉદયનગર પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી, એ દરમ્યાન ખબર પડી કે મહિલા ગામમાં જ હરિ સિંહ નામના યુવકના ઘરમાં જ રહે છે, જે તેણીનો પ્રેમી છે.

ગામના લોકોએ હરિ સિંહના ઘરે તપાસ કરી તો મહિલા ત્યાં જ મળી આવી. પતિ અને ગામના લોકોએ બંનેને ઘરમાંથી બહાર કાઢીને પહેલાં પિટાઇ કરી અને પછી જૂતાનો હાર પહેરાવીને પત્નીના ખભા પર બેસાડ્યો અને ગામમાં ફેરવ્યો એ પછી ગામના લોકોનું મન ના ભરાયું તો ફરી બંનેની પિટાઇ કરી હતી.

ગામના લોકોનો આક્રોશ એટલો કે હતો કે બંને પ્રેમી દયાની ભીખ માંગી રહ્યા હતા, પરંતુ ટોળું મદદ કરવાને બદલે અટ્ટહાસ્ય કરી રહ્યું હતું. ટોળામાંથી કોઇએ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો અને વાયરલ કરી દીધો હતો. આ વીડિયો પોલીસ સુધી પહોંચ્યો તો વીડિયોના આધારે મહિલાના પતિ મંગીલાલ સહિત 9 લોકોની ધરપકડ કરી હતી અને બેની સામે ગુનો નોંધ્યો છે.

એડિશનલ SP રિજનલ સૂર્યકાંત શર્માએ કહ્યું હતું કે,ઘટનાની તપાસ ચાલું છે જે કોઇ પણ દોષી જણાશે  તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp