દર્દીના શરીરમાંથી બહાર કાઢી 7 કિલોની કિડની

PC: jansatta.com

સામાન્ય રીતે કિડનીનું વજન 120-150 ગ્રામ હોય છે. પણ મુંબઈમાંથી એક એવો કેસ સામે આવ્યો છે, જેમાં તબીબોએ 7 કિલોની કિડની દર્દીના શરીરમાંથી બહાર કાઢી છે. બંને કિડનીનું વજન 12.8 કિલો થાય છે. તબીબોના જણાવ્યા અનુસાર, દર્દીને ઓટોસોમલ ડોમિનેન્ટ પોલિસિસ્ટિક કિડની ડિસીઝ હતી. તેના કારણે કિડનીનું વજન વધી રહ્યું હતું. એક ખાનગી હોસ્પિટલમાંથી જાણવા મળેલી વિગત અનુસાર, ગોવાના રહેવાસી રોમનની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

એના શરીરમાંથી 7 કિલોની કિડની બહાર કાઢવામાં આવી હતી. જ્યારે તેની અન્ય કિડનીનું વજન 5.77 કિલો હતું. છેલ્લા કેટલાક સમયથી તેને ડાયાલિસીસ પર રાખવામાં આવ્યો હતો. રિપોર્ટ કરવાતા કિડનીમાં ચેપ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે હોસ્પિટલના કિડની નિષ્ણાંત ડૉ. પ્રદીપ રાવે કહ્યું હતું કે, દર્દીની કિડનીનું ઑપરેશન સફળ થયું અને નવી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન આપવામાં આવ્યું છે. રોમનની મમ્મીની ફરિયાદ હતી કે, કિડનીની વધતી જતી સાઈઝને કારણે તેણે કામ કરવાનું પણ બંધ કરી દીધું હતું. હલનચલન કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. રોમનને નવજીવન આપવામાં એની પત્નીનો સિંહફાળો છે. તે પોતાના પતિને કિડનીદાન કરવા માગતી હતી. પણ ટેકનિકલ કારણોસર એવું બન્યું નહીં.

તેથી અન્ય એક દર્દી નીતિનની પત્નીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જ્યારે રોમનના પત્નીએ પણ નીતિનને કિડની ડોનેટ કરી હતી. આમ બંને દર્દીઓને નવજીવન મળ્યું છે. આ પહેલા દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાંથી દર્દીના શરીરમાંથી 7.4 કિલોની કિડની જ્યારે દુનિયામાં અત્યાર સુધીમાં 9 કિલોની કિડની દર્દીના પેટમાંથી બાહર કાઢવામાં આવી છે. રોમન હવે ખૂબ જ સ્વસ્થ જીવન જીવે છે. જ્યારે નીતિન પોતાને મળેલા નવજીવનથી ખુબ જ ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp