હવે તમારા ફોનમાં સીમકાર્ડ નાંખવાની જરૂર નહીં પડે, આવી ગઈ છે નવી ટેકનીક

PC: techspot.com

મોબાઈલ યુઝર્સને હવે નવા કનેક્શન લેવા માટે સીમ કાર્ડ ખરીદવાની જરૂરત નહીં પડશે. ટેલીકોમ ડીપાર્ટમેન્ટે એમ્બેડેડ સીમ (ઈ-સીમ)ના પ્રયોગને મંજૂરી આપતા દિશાનિર્દેશ પ્રસિદ્ધ કરી આ વ્યવસ્થા આપી છે. તેમના દિશાનિર્દેશ અનુસાર જ્યારે કોઈ ગ્રાહક પોતાની મોબાઈલ સેવા આપતી કંપની બદલવા અથવા નવું કનેક્શન લેવા ઇચ્છશે તો તેના સ્માર્ટફોનમાં અથવા ડીવાઈસમાં એમ્બેડેડ સબસ્ક્રાઈબર આઇડેન્ટિટી મોડ્યુલ એટલે કે ઈ-સીમ નાંખી દેવામાં આવશે. આ ઈ-સીમમાં ગ્રાહક દ્વારા ઉપયોગમાં લેવાતી બધી સેવાની સૂચનાઓ અપડેટ કરી દેવામાં આવશે. હાલમાં આ ઈ-સીમ ટેકનીકનો ઉપયોગ રિલાયન્સ જિયો અને એરટેલ એપલ વોચ મારફતે કરે છે.

વધુમાં વધુ 18 સીમ કાર્ડ થઈ શકશે ઈશ્યૂ

આ સાથે જ પ્રત્યેક મોબાઈલ ઉપભોગતાને વધુમાં વધુ 18 સીમ કાર્ડનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ટેલિકોમ ડીપાર્ટમેન્ટે માત્ર મોબાઈલ ફોન માટે 9 સીમ સાથે મશીન-ટૂ-મશીન સહિત કુલ 18 સીમનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે એટલે કે એક યુઝરને વધુમાં વધુ 18 સીમજ ઈશ્યૂ થઈ શકશે.

શું છે ઈ સીમ?

ઈ-સીમને એમ્બેડેડ સબસ્ક્રાઈબર આઇડેન્ટિટી મોડ્યુલ કહેવાય છે. આ ટેકનીક સોફ્ટવેર મારફતે કામ કરે છે. હાલમાં તેનો ઉપયોગ સ્માર્ટ વોચમાં કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ ટેકનીકને હવે સ્માર્ટફોન પર પણ રોલઆઉટ કરવામાં આવશે જેનાથી યુઝર્સ માત્ર સોફ્ટવેર મારફતે ટેલીકોમ સેવાઓ લઈ શકશે. આનાથી એક ઓપરેટરથી બીજા ઓપરેટરમાં સ્વીચ કરવામાં પણ સરળતા રહેશે.

વધી જશે બેટરી લાઈફ

ઈ-સીમ ટેકનીક મારફતે સ્માર્ટફોનની બેટરી લાઈફ વધી જશે. સોફ્ટવેર મારફતે કામ કરતા આ ઈ-સીમમાં ફિઝિકલ સીમની સરખામણીએ સ્માર્ટ ફોનની બેટરી વધુ કામ કરશે. આ ઉપરાંત યુઝર્સને સીમ પોર્ટ કરાવવા માટે 7 દિવસની રાહ પણ જોવી નહીં પડે. આ ટેકનીકથી યુઝર્સ તરત જ પોતાનો ઓપરેટર બદલી શકશે. આ ઉપરાંત સ્માર્ટફોનમાં સીમ કાર્ડ સ્લોટની પણ જરૂરિયાત રહેશે નહીં.

2016માં થઈ હતી શરૂઆત

આ ટેકનીકની શરૂઆત 2016માં થઈ ચૂકી છે. સ્માર્ટફોન બનાવતી કંપની સેમસંગે આ ટેકનીકનો ઉપયોગ પોતાની સ્માર્ટવોચ સેમસંગ ગિયર 2મા કર્યો હતો. ત્યાર બાદ આ ટેકનીકનો ઉપયોગ એપલ વોચ 3મા પણ કરવામાં આવ્યો. ભારતમાં રિલાયન્સ જિયો અને એરટેલ આ ટેકનીકનો ઉપયોગ કરનાર ટેલિકોમ ઓપરેટર છે જે એપલ વોચ મારફતે ઈ-સીમની સુવિધા આપી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp