આ રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાઈને સીધો 40 ડિગ્રીએ પહોંચ્યો

PC: oman.com

શિયાળો હાલ વિદાઈ લઈ રહ્યો છે. કડકડતી ઠંડીમાંથી હમણા ગણતરીના દિવસો પહેલા જ મુક્તિ મળી છે, ત્યારે એક વિચિત્ર કહી શકાય તેવી સ્થિતી સામે આવી છે. દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યમાં ઠંડીની વિદાઈ થોડા દિવસ અગાઉ થઈ ગઈ હતી અને ગરમીનો પારો સીધો જ 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. જેથી સ્થાનિકો ગરમીને લઈને ત્રાસનો અનુભવ થઈ રહ્યો છે.

તામિલનાડુમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તામિલનાડુમાં ગઇકાલે કરૂર ખાતે 39.5 ડિગ્રી સેલ્સીયસ જેવુ ભારે ઊંચુ તાપમાન નોંધાયુ હતુ. હજુ તો ગરમીની શરૂઆતમાં જ આ સ્થિતી છે તો આવનારા દિવસોમાં શું સ્થિતી થશે તેને લઈને લોકોમાં ચર્ચા છે. જોકે, ગ્લોબલ વોર્મિંગની સ્થિતીને લઈને દર વર્ષે ઉનાળામાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે, ત્યારે દક્ષિણ ભારતમાં અત્યારથી જ આ સ્થિતીને લઈને લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp