લોહી-લૂહાણ જોવા મળી પરિણીતી ચોપડા, જાણો શું છે કારણ

PC: tosshub.com

 બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડાની આવનારી ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન' નો પહેલો લુક રિલીઝ થઈ ચૂક્યો છે. આ ફિલ્મ મૂળ હોલીવુડ ફિલ્મની રિમેક છે. જેમાં હોલીવુડ અદાકાર એમિલી બ્લન્ટે કામ કર્યુ હતું. આ ફિલ્મ વર્ષ 2015ની બેસ્ટ સેલર બુક ` ધ ગર્લ ઓન ધ ટ્રેન ` પરથી બનાવવામાં આવી છે. હવે પરિણીતી આ ફિલ્મની હિંદી રિમેકમાં જોવા મળશે. ફિલ્મના પહેલા લુકને અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યું છે. જેમાં પરિણીતી અલગ જ લુકમાં દેખાઈ રહી છે.

આ ફોટાને શેર કરતા સમયે પરિણીતીએ લખ્યું કે, એક એવી વસ્તુ જે મેં અત્યાર સુધી ક્યારેય કરી નથી. આ મારી જિંદગીના સૌથી મુશ્કેલ પાત્રમાનું એક છે. પહેલા લુકમાં અભિનેત્રી બાથટબમાં બેઠેલી જોવા મી રહી છે. તેના માથા પર વાગેલું છે અને શરીર પર લોહી પણ છે. ` ધ ગર્લ ઓન ધ ટ્રેન ` ની હિન્દી રિમેકને રિભૂ દાસગુપ્તાએ ડાયરેક્ટ કરી છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પરિણીતીએ કહ્યું હતું, હું આ ફિલ્મમાં કામ કરવા બાબતે ઘણી ઉત્સાહિત છું. કારણ તે આ એક એવું પાત્ર છે જેને મેં મારી જિંદગીમાં પહેલા ક્યારેય ભજવ્યું નથી. અને નથી મેં તેનો અનુભવ કર્યો કે ક્યારેય તેના વિશે વાંચ્યું છે. મને લાગે છે કે દર્શકોએ મારી પાસેથી આ પ્રકારનવા અભિનયની આશા ક્યારેય નહિ કરી હોય. એક કલાકાર હોવાને નાતે હું આ પાત્રને લઈને ઘણી જ એક્સાઈટેડ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp