કોરોનામાં પણ વિકાસ કામો અટકે નહીં તેવા લક્ષ્ય સાથે સરકાર કામ કરે છેઃ ઈશ્વર પરમાર

PC: khabarchhe.com

માર્ગ અને મકાન વિભાગ દ્રારા આયોજીત વિકાસ કામો અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમારના હસ્તે બારડોલી તાલુકાના બાબલા ગામ પાસે રૂ.145.02 લાખના ખર્ચે એસ.આર. ટુ કંસ્ટ્રકશન. ઓફ માઈનોર બ્રિજ એક્રોસ બાબલા કેનાલ ઓન ટી.કે. બી.એસ. એન રોડ ચે. 40/200 થી 40/400 તથા મહુવા તાલુકાના તરસાડી ગામે રૂ.99.73 લાખના ખર્ચે કંસ્ટ્રકશન ઓફ માઇનોર બ્રિજ અક્રોસ કેનાલ ઓન બારડોલી-મહુવા રોડ ખાતે નવનિર્માણ થનાર કેનાલ સ્ટ્રકચરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ અવસરે મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોને વેગ આપ્યો છે. બાબલા ગામ કેનાલ તેમજ બારડોલી -મહુવા રોડની કેનાલ સ્ત્રકચર સાંકડું હોવાના કારણે બોટલનેટની પરિસ્થિતિના કારણે ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાનો આ નવનિર્માણ કેનાલ સ્ટ્રકચર બનવાથી કાયમી નિકાલ થશે. તેમજ કેનાલ સ્ટ્રકચર બનતા આસપાસના ગામના લોકોને લાભ મળશે. કોરોના જેવી મહામારીમાં પણ વિકાસ કામો અટકે નહી તેવા લક્ષ્ય સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

કેનાલ પર ચાર માર્ગીય કેનાલ સ્ટ્રકચર થવાથી સરભોણ, કાની તાજપોર, બુજરંગ, તરસાડી, કાની, મહુવા, નિઝર, પથરાડીયા ગામોને ફાયદો થશે. આ પ્રસંગે ધારાસભ્ય મોહન ઢોડીયા, તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન રાઠોડ, દેવુ ચૌધરી, અગ્રણી ભાવેશભાઈ, ધર્મેશભાઈ, જીતેન્દ્ર વાસીયા, ગામના સરપંચ રક્ષાબેન રાઠોડ,સમાજ અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp