મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મોડેલ મુખ્યમંત્રી બની ગયા છેઃ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી

PC: khabarchhe.com

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઈને ટિપ્પણી કરી છે. આ ટિપ્પણી કેટલાક અંધ ભક્તોને ગળે ઊતરી નથી. તેમણે પોતાની એક પોસ્ટમાં લખ્યું હતું કે, એવું લાગે છે કે, ઉદ્ધવ ઠાકરે મોડલ મુખ્યમંત્રી બની ગયા છે. વડાપ્રધાન મોદી બાદ કેન્દ્રના પ્રવક્તાએ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના વખાણમાં બે શબ્દો કહ્યા હતા. આ વાત તેઓ આ પહેલા પણ કરી ચૂક્યા હતા.

 

ભાજપની ટ્રોલ આર્મીને ટાર્ગેટ કરતા કહ્યું હતું કે, પહેલા જ્યારે આ વાત એમના દ્વારા કહેવામાં આવી હતી તો આ અંધ અને ગંધ ભક્તોએ એમની ટીકા કરવામાં આકાશ પાતાળ એક કરી દીધા હતા. તેઓ એમના પર એવા ચાબખા મારી રહ્યા હતા. જેમ કોઈ ભયભીત શિયાળ પાછુ ફરીને જોઈ રહ્યો હોય. એમનો પ્રશ્ન એ હતો કે, અત્યારે આ લોકો ક્યાં છે? સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે સ્વામીનું સમર્થન કર્યું છે. એમનું એવું કહેવું હતું કે,સ્વામી જે કહે છે એ સત્યની ખૂબ જ નિકટ હોય છે. પણ ભાજપના નેતા એમનું સન્માન એટલા માટે નથી કરતા કારણ કે એમને સત્ય સાંભળવાની આદત જ નથી.

અમુક યુઝર્સે એવું કહ્યું કે, સ્વામીએ આવા લોકોની ચિંતા કર્યા વગર પોતાનું કામ યથાવત રાખવું જોઈએ. દેશના હિતમાં સાચું બોલવામાં કોઈ પીછેહટ ન કરવી જોઈએ. તો કેટલાક યુઝર્સે સ્વામીને સલાહ આપી કે, વૃદ્ધાવસ્થામાં આટલી રાજકીય ઈચ્છા સારી વાત નથી. સાહેબ જે એક હિન્દુ વિરોધી અને સંતોને મરાવનારાઓની પણ પોતાના મોઢેથી પ્રશંસા કરે છે એનાથી અમે નિરાશ છીએ.

 

અમે તમને એક કટ્ટર હિન્દુ ભક્ત સમજતા હતા. રાજ્યસભામાં સીટ મળે કે ન મળે પણ આવી રીતે હાજી અને સહમતી ન દર્શાવો. યુઝર આલોક ગહરવારે કહ્યું કે, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ક્યા રાજ્યમાં મિસમેનેજમેન્ટના કારણે આ મહામારી સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ એ સૌ જાણે છે. એ બે રાજ્ય મહારાષ્ટ્ર અને કેરળ હતા. આંકડા સાક્ષી પૂરે છે એટલે બોલવાની કોઈ જરૂર નથી. રાકેશસિંહ નામના યુઝરે એવું કહ્યું કે, મુશ્કેલી એ નથી સરજી, મુશ્કેલી એ છે કે, કોઈ એ કંઈ સારૂ કર્યું હોય તો આપણે એને માથે ચડાવીએ છીએ. પણ થોડી પણ હાલાકી પડે એટલે શરૂ. આ નથી કર્યું? તે નથી કર્યું? માફ કરજો પણ તમે પણ એવું જ કરી રહ્યા છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp