'છપાક'થી પ્રેરિત થઇ આ BJP સરકાર શાસિત રાજ્ય એસિડ પીડિતાને પેન્શન આપશે

PC: wordpress.com

દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસીની ફિલ્મ ‘છપાક’ને લઈને રાજકીય ખેંચતાણ ચાલુ છે. BJP ખુલીને દીપિકા પાદુકોણની ‘છપાક’નો વિરોધ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ ફિલ્મનું સમર્થન કરી રહી છે, પરંતુ BJP શાષિત ઉત્તરાખંડ રાજ્ય સરકારને આ ફિલ્મે કેટલાક બદલાવો કરવા માટે પ્રેરિત ચોક્કસ કર્યા છે.

ઉત્તરાખંડમાં આશરે 10થી 11 એસિડ એટેકની પીડિતાઓ છે, જેમને આર્થિકરીતે સુરક્ષિત અને સ્વાવલંબી બનાવવા માટે રાજ્ય સરકારે તેમને પેન્શન તરીકે આર્થિક મદદ આપવાનો નિર્ણય કર્યો છે, જેને ટૂંક સમયામાં જ કેબિનેટમાં લાવવામાં આવશે.

દેશભરમાં ‘છપાક’ ફિલ્મને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી પર બનાવવામાં આવી છે. શુક્રવારે આ ફિલ્મ દેશભરમાં રીલિઝ થઈ ચુકી છે. એવામાં ફિલ્મ રીલિઝના દિવસે જ ઉત્તરાખંડ સરકારની મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી રેખા આર્યએ એસિડ એટેક પીડિતાઓને લઈને એક મોટી જાહેરાત કરી છે.  જેમાં એસિડ એટેક પીડિતાઓને આર્થિક મદદ મળશે. ફિલ્મ ‘છપાક’ની રીલિઝ પર મંત્રી રેખા આર્યને આ મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, તે એસિડ એટેકની પીડિતાઓ માટે આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે.

Image result for chhapaak protest

મહિલા સશક્તિકરણ તેમજ બાળ વિકાસ મંત્રી રેખા આર્યએ કહ્યું હતું કે, તે ટૂંક સમયમાં જ એસિડ એટેકની પીડિતાઓ માટે પેન્શન યોજના શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ઉત્તરાખંડમાં આશરે 10થી 11 એસિડ એટેક પીડિતાઓ છે, જેમને આર્થિકરીતે સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકાર પીડિતાઓને મહિને 5થી 6 હજાર રૂપિયા આપવાનો પ્રસ્તાવ કેબિનેટમાં લાવવા જઈ રહી છે. આ દરમિયાન તેમણે ‘છપાક’ ફિલ્મને લઈને થઈ રહેલા વિરોધ અંગે કહ્યું હતું કે, જો આ ફિલ્મ સત્ય પર આધારિત છે અને એસિડ એટેક પીડિતાને તેમાં કોઈ આપત્તિ નથી તો આ ફિલ્મ બનાવવા અને જોવામાં કોઈ તકલીફ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp