પત્નીને છોડીને વિદેશ ભાગી જતા NRI પતિઓ સાવધાન, વડોદરા પોલીસે કરી આ કાર્યવાહી

PC: indiafilings.com

દીકરીને વિદેશમાં મોકલવાની ઈચ્છા ધરાવતા માતા-પિતા અથવા તો યુવતીઓ NRI યુવક સાથે લગ્ન કરે છે. લગ્નના થોડા સમયે પછી NRI યુવકો ત્રાસ આપવાનું શરૂ કરે છે અથવા તો યુવતીઓને તરછોડીને જતા રહે છે. આ પ્રકારના ઘણા કિસ્સાઓ પોલીસના ચોપડે નોંધાયા છે. હવે જો વડોદરામાં રહેતી કોઈ પણ યુવતી NRI પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે, તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર પત્નીને ત્યજીને વિદેશ ચાલ્યા ગયેલા પતિઓ વિરુદ્ધ વડોદરા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 3 NRI પતિના પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યા છે અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પત્નીને ત્રાસ આપતા સાત જેટલા NRI પતિઓ સામે કાર્યવાહી શરૂ છે. આ ઉપરાંત ત્રણ NRI પતિઓના પાસપોર્ટ રદ્દ કરવાની કાર્યવાહી કરતા પહેલા જ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. વિદેશ મંત્રાલય પોલીસને આદેશ કરવામાં આવ્યા છે કે, પત્નીને ત્રાસ આપતા NRI પતિ સામે કાર્યવાહી કરીને રીપોર્ટ આપીને પાસપોર્ટ રદ્દ કરવા ભલામણ કરવામાં આવે.

વિદેશ મંત્રાલયની સુચના અનુસાર વડોદરા પોલસ દ્વારા અમેરિકા, ન્યુઝીલેન્ડ અને બેલ્જિયમમાં રહેતા પતિઓના પાસપોર્ટ રદ્દ કરવાની ભલામણ પાસપોર્ટ ઓફિસમાં કરવામાં આવી હતી. પોલીસના રિપોર્ટ અને ભલામણના આધારે ત્રણેયના પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યા હતા.

આ બાબતે વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, 15 NRI પતિઓ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ મળી છે. આ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોર્ટે પત્નીને ભરણપોષણ આપવાના આદેશ કર્યા હતા. કોર્ટના આદેશ પછી પણ આ NRI પતિઓ ભરણપોષણ આપતા નહોતા એટલા માટે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમના પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp